હરિયાણામાં કોંગ્રેસ પ્રવક્તાનું ખૂન, મારવામાં આવી 10 ગોળી

ચંદીગઢ, તા. 27 જૂન 2019, ગુરૂવાર

હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીનું દિવસમાં ખૂન કરવામાં આવ્યું છે. સેક્ટર-9માં ખૂનીએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળી મારીને ખૂન કર્યું છે. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.

પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર, વિકાસ ચૌધરી પર બે લોકોએ ફાઈરીંગ કર્યું હતું. વિકાસ જ્યારે પોતાની ગાડી લઈને જીમ જઈ રહ્યા હતા તે સમયે તેમના પર ફાઈરીંગ કરવામાં આવ્યું. પોલિસ CCTV ફુટેજ ચેક કર્યા બાદ આરોપીને પકડવા માટે કામે લાગી ગઈ છે.

પોલિસનું કહેવું છે કે, ઘટના સવારે 9 વાગીને 2 મિનટ પર બની છે. વિકાસ સેક્ટર-9ના હુડા માર્કેટમની પીએચપી જીમ પહોંચીને ગાડી નીચે ઉતર્યા ત્યારે ખૂનીએ તેમના પર ગોળી ચલાવી હતી. વિકાસને 10 થી 12 ગોળી મારવામાં આવી છે.

CCTV ફુટેજમાં બે આરોપી વિકાને ગોળી મારતા દેખાઈ રહ્યા છે. વિકાસની ડોક અને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે. આની સાથે જ ચાર ગોળી તેની કારની બારીમાં મારવામાં આવી છે. બન્ને આરોપી સફેદ રંગની SX-4 ગાડી લઈને આવ્યા હતા. પોલિસએ ગાડી અને ખૂનીને પકડવા માટે ટીમ કામે લગાડી દીધી છે.

વિકાસ ચૌધરીના ખૂન બાદ હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરએ કહ્યું કે, આ 'જંગલ રાજ'છે. કોઈને પ્રસાસનનો ડર નથી. કાલે પણ આ પ્રકારની ઘટના બની હતી. એમાં છેડતીનો વિરોદ્ધ કરનાર મહિલાને ચાકૂ મારવામાં આવ્યું હતું. વિકાસ ચૌધરીના ખૂનની તપાસ થવી જોઈએ.

વિકાસ ચૌધરી હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હતા. વિકાસ થોડા વર્ષો પહેલાં ઈનેલો છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xiaVfD
via Latest Gujarati News

Post a Comment

0 Comments