નુસરત જહાંએ માંગમાં સિંદૂર કેમ પૂર્યું ?

નવી દિલ્હી મુંબઇ તા.27 જૂન 2019 ગુરૂવાર

પ્રસિદ્ધ બંગાળી અભિનેત્રી અને હવે તૃણમૂલ કોંગ્રેસ પક્ષની સાંસદ નુસરત જહાં લગ્ન કરીને સંસદભવનમાં શુદ્ધ ભારતીય પોષાક અને માંગમાં સિંદૂર સાથે પાછી ફરી એ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયામાં ટ્રોલ થયો હતો.

કેટલાક રૃઢિચુસ્ત લોકોએ સવાલ કર્યો હતો કે તમે તો મુસ્લિમ છો. તો પછી માંગમાં સિંદૂર કેમ પૂર્યું છે ? ઇસ્લામમાં આવું ચાલે નહીં. નુસરત સંસદ ભવન પહોંચી ત્યારે શુદ્ધ ભારતીય પોષાક ઉપરાંત હાથમાં મહેંદી, લાલ ચૂડા, માંગમાં સિંદૂર વગેરે જોઇને ઘણાના ભવાં ચડી ગયાં હતાં. 

આટલું ઓછું હોય તેમ એનો આ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયામાં ચમક્યો હતો.

નુસરતે મિડિયા સાથે વાત કરતાં કહ્યું, હું જન્મથી ઇસ્લામને માનતી આવી છું અને આજે પણ માનું છું. પરંતુ હવે મેં લગ્ન કર્યાં છે અને લગ્ન પછી કોઇ પણ ભારતીય મહિલા પતિના ઘરના રીતરિવાજને અનુસરતી આવી છે. હું પણ એ રીતે મારા પતિના રીતરિવાજને અનુસરી રહી છું.

એણે ઉમેર્યું હતું કે મેં મારો ધર્મ છોડયો નથી કે ધર્મપરિવર્તન કર્યું નથી પરંતુ પતિના પરિવારના રીતરિવાજને અનુસરવામાં મને કોઇ વાંધો વિરોધ નથી. એટલે બીજાઓએે મારી ચિંતા કરવાની જરૃર નથી. તમે તમારું સંભાળો.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31SgLCl
via Latest Gujarati News

Post a Comment

0 Comments