મુંબઇ તા.27 જૂન 2019 ગુરૂવાર
પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલિ ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને ચિરંજીવીની એક ફિલ્મના શૂટિંગમાં અકસ્માત નડતાં એના પગમાં ફ્રેક્ચર થયું હતું. ફિલ્મના એેક મહત્ત્વના શોટના શૂટિંગમાં એને આ અકસ્માત નડયો હતો.
મિડિયાથી છૂપી રીતે અનુષ્કા ઓર્થોપેડિક સર્જ્યનને મળવા ગઇ હતી.ડૉક્ટરે ફ્રેક્ચર થયું હોવાનું જણાવીને પ્લાસ્ટર માર્યું હતું અને ઓછામાં ઓછાં છ સપ્તાહ આરામ કરવાની સલાહ આપી હતી.
તેલુગુ ફ્રીડમ ફાઇટર વાય નરસિંહા રેડ્ડીની બાયો ફિલ્મ હાલ ચિરંજીવી બનાવી રહ્યો છે એમાં અનુષ્કા મહત્ત્વનો રોલ કરી રહી છે. બાહુબલિ પછી એણે બહુ બધી ફિલ્મો સાઇન કરી નહોતી. જે બેએક ફિલ્મો સ્વીકારી હતી એમાં નરસિંહા રેડ્ડીની બાયો-ફિલ્મનો સમાવેશ થયો હતો.
આ ફિલ્મમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચમકી રહ્યા છે. એમના હિસ્સાનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. સાથોસાથ તમન્ના, કિચ્ચા સંદીપ અને જગાપથી બાબુ પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલ કરી રહ્યાં છે.
આ ફિલ્મ બીજી ઓક્ટોબરે રજૂ કરવાની એના સર્જકની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YoIecZ
via Latest Gujarati News
0 Comments