નેપાળે એક કલાક ભારતીય ટીવી ચેનલોને અટકાવી

કાઠમંડુ / નવી દિલ્હી તા.27 જૂન 2019 ગુરૂવાર

નેપાળમાં સોમવાર બપોરથી મંગળવાર બપોર સુધી ભારતીય ટીવી ચેનલોનું પ્રસારણ અટકાવી દેવાયું હોવાની જાણકારી મળી હતી.

નેપાળના હાલના વડા પ્રધાન કે પી ઓલીની સરકાર એક એવો ખરડો સંસદમાં મૂકવાની છે જેમાં વિદેશી ટીવી ચેનલો અને ખાસ તો ભારતીય ટીવી ચેનલો અમુક જાહેરખબરો દેખાડી નહીં શકે એવો પ્રસ્તાવ છે.

આ પ્રસ્તાવને ટેકો આપતાં નેપાળના કેબલ ટીવી એસોસિયેશને સોમવારે બપોરથી ભારતીય ટીવી ચેનલોનું પ્રસારણ અટકાવી દીધું હતું. ભારતીય  બ્રોડકાસ્ટર્સની દલીલ એવી છે કે અમે જાહેરખબરો વિનાની સામગ્રી નેપાળને આપી ન શકીએ. 

ેનેપાળમાં કલર્સ, ઝી ટીવી, સ્ટાર ઉત્સવ, સોની ટીવી વગેરે ખૂબ લોકપ્રિય છે અને ભારતીય ટીવીના મોટા ભાગના પ્રોગ્રામ્સ નેપાળમાં હિટ સાબિત થયા છે. એને કારણે નેપાળના પ્રોગ્રામ્સને વધુ ટીઆરપી મળતું નથી એવા આક્ષેપ હેઠળ નેપાળની સરકાર આ પ્રસ્તાવ સંસદમાં મૂકવાની છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31OHkIC
via Latest Gujarati News

Post a Comment

0 Comments