નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી શારીરિક શ્રમમાં ઘટાડો થઈ જાય છે. આ આદતની અસર લાંબા સમયે સ્વાસ્થ્ય પર પણ પડે છે. બેઠાળુ જીવન અને કામકાજ કરતાં લોકોને સ્થૂળતા, હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ જેવી બીમારીઓ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે નિયમિત રીતે ચાલવાની ટેવ રાખવી મદદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ ચાલવાની પણ ખાસ રીત હોય છે. યોગ્ય રીતે ચાલવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને શરીર યુવાન અને આકર્ષક પણ દેખાય છે.
ચાલવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટી જાય છે. હૃદય રોગની આશંકા પણ ઘટી જાય છે અને શરીર તેમજ હૃદય વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. તો ચાલો હવે સૌથી પહેલા જાણી લો ચાલવાની યોગ્ય પદ્ધતિ કઈ છે.
ઝડપી ગતિથી દસ મિનિટમાં 1 કિલોમીટર ચાલવાથી 72થી 80 કેલેરી ઘટે છે. આ રીતે 30 મિનિટ ચાલવાથી 200થી 250 કેલેરી ઘટે છે. આ રીતે ચાલવાથી કરોડરજ્જુ પણ મજબૂત બને છે. ચાલવાથી સુગરનું સ્તર પણ સામાન્ય રહે છે અને ઈંસુલિનની ક્ષમતામાં સુધારો થાય છે. જો વજન તુરંત ઘટે નહીં તો ચિંતા કરવી નહીં તેનાથી વજન વધશે પણ નહીં.
ચાલવાથી સૌથી મોટો લાભ એ થાય છે કે શરીરમાં ખુશીનો અનુભવ કરાવતાં હોર્મોનનો સ્ત્રાવ વધે છે. ચાલવાથી મન પ્રફુલ્લિત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જેઓ માનસિક તાણથી પીડાતા હોય તેમણે નિયમિત ચાલવાની આદત રાખવી જોઈએ. નિયમિત ચાલવાથી હાડકાનું ઘનત્વ જળવાઈ રહે છે. નાની ઉંમરથી જેમને ચાલવાની ટેવ હોય તેમના હાડકાની સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે. ઝડપથી ચાલવાની આદત રાખવાથી ફેંફસાની કાર્યપ્રણાલી પણ બરાબર રહે છે અને પાચનક્રિયા પણ સારી રીતે થાય છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QuaZBM
via Latest Gujarati News
0 Comments