ગરમીમાં વાળ નહીં કરે પરેશાન, અજમાવી જુઓ આ ટીપ્સ


અમદાવાદ, 29 મે 2019, બુધવાર

ઉનાળામાં દરેક વ્યક્તિ પોતાના ફૂટવેર, કપડાં, એક્સેસરીઝની પસંદગી ખાસ રીતે કરે છે. લોકો એવી વસ્તુઓ જ પસંદ કરે છે જેમાં તેમને ગરમી થાય નહીં. પરંતુ ગરમીના દિવસોમાં જો વાળને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે એક મોટી સમસ્યા બની શકે છે. વાળમાં થતી ગરમીથી પરેશાન થવા ઉપરાંત ગરમીના કારણે વાળ ખરાબ પણ થઈ શકે છે. જો વાળ ખરાબ હશે તો તમે ગમે તેટલા સારા અને ફેશનેબલ કપડા પહેરશો તો પણ તમારો દેખાવ ખાસ નહીં સામાન્ય જ થઈ જશે. 

ગરમીમાં પરસેવો થવાથી વાળ બેજાન અને ગંદા થઈ જાય છે. મોટાભાગે યુવતીઓ ઉનાળામાં વાળને ઊંચા બાંધી રાખે છે. તેવામાં જો આ ઉનાળામાં તમારે વાળને સુંદર બનાવવા હોય તો તેના માટે અહીં દર્શાવેલી ટીપ્સને જરૂર ફોલો કરજો. 

સૌથી પહેલા તો ઉનાળામાં કો વોશિંગ અજમાવો. કો વોશિંગ એટલે કંડીશનર વોશિંગ, કંડીશનર વાળને સોફ્ટ બનાવે છે. કો વોશિંગમાં વાળને શેમ્પૂના બદલે કંડીશનરથી જ ધોવાના હોય છે. વાળ ડલ, ડ્રાય અને વિખરાયેલા રહેતા હોય તો જ કો વોશિંગ કરવું. કો વોશિંગ કર્યા બાદ વાળ સલ્ફેટ વિનાના શેમ્પૂથી ધોવા. એક વાર કો વોશ કર્યા બાદ 2 સપ્તાહ સુધી તેને ફરી ન કરવું અન્યથા સ્કેલ્પ તૈલી થઈ જશે. વાળ ધોયા પહેલા હુંફાળા તેલથી 20 મિનિટ મસાજ કરવી અને ત્યારબાદ વાળ ધોવાથી ડ્રાયનેસ દૂર થઈ જશે. 

આ ઉપરાંત તમે શેમ્પૂ કર્યા પહેલા કંડીશનર કરી શકો છો. તેને રિવર્સ ગિયર કહેવામાં આવે છે. આ પદ્ધતિ ડ્રાય, કર્લી અને ફ્રીઝી હેર માટે બેસ્ટ સાબિત થાય છે. તેના માટે વાળને ભીના કરી વાળમાં કંડીશનર લગાવી શાવર કેપ પહેરી લો. 30 મિનિટ બાદ વાળને ભીના કર્યા બાદ શેમ્પૂ કરો. વાળ ધોયા બાદ એક સ્પ્રે બોટલમાં પાણી અને કંડીશનર સમાન માત્રામાં ભરી વાળમાં સારી રીતે કંડીશનર સ્પ્રે કરવું જેથી વાળની ગુંચ નીકળી જાય અને પછી વાળને પાણીથી સાફ કરી લેવા. 

વાળ વધારે પડતા ડ્રાય અને બેજાન હોય તો પ્રાકૃતિક કંડીશનર પણ તમે કરી શકો છો. તેના માટે એલોવેરા જેલને એક સ્પ્રે બોટલમાં ભરો તેમાં થોડું પાણી ઉમેરી અને બરાબર મીક્ષ કરી લો. આ મીશ્રણને વાળ પર બરાબર રીતે સ્પ્રે કરો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો. તમે ઘરે મોઈસ્ચુરાઈઝિંગ કંડીશનર પણ બનાવી શકો છો. તેના માટે એક કપ પાણી, અડધો કપ જોજોબા તેલ અને પેપરમેન્ટ તેલના થોડા ટીપા મીક્ષ કરો. તેનો ઉપયોગ વાળ પર કરવો. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcU9db
via Latest Gujarati News

Post a Comment

0 Comments