અમદાવાદ, 29 મે 2019, બુધવાર
એક વાસણમાં બે ગ્લાસ પાણી ઉમેરી અને તેમાં બે મોટા ચમચા જવ ઉમેરો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી જવ નરમ થઈ ન જાય. જવ નરમ થઈ જાય એટલે તેને એક કપડાથી ગાળી લો અને ઠંડુ કરી પીવાના ઉપયોગમાં લો. આ પાણી ઉનાળામાં હેલ્ધી અને એનર્જી પુરું પાડતું ડ્રિંક સાબિત થશે.
જવના પાણીથી થતા લાભ
1. તેલ મસાલાવાળું ભોજન લેવાથી પેટમાં બળતરા થાય છે તેને શાંત જવનું પાણી કરે છે. આ પાણી પેટને ઠંડક આપે છે.
2. જવનું પાણી હૃદયને સ્વસ્થ રાખે છે. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે.
3. કિડનીમાં પથરી હોય તો રોજ એક ગ્લાસ જવનું પાણી પીવું. પથરી મૂત્ર વાટે નીકળી જશે
4. ગર્ભાવસ્થામાં પગમાં સોજા આવે તો તેને દૂર કરવા જવનું પાણી પીવું.
5. તેને પીવાથી આંતરડા સાફ થાય છે અને કબજિયાત પણ દૂર થાય છે.
6. શરીરમાં ફાયબરની ખામી હોય તો રોજ એક ગ્લાસ જવનું પાણી પીવું જોઈએ.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JKWfhn
via Latest Gujarati News
0 Comments