મુંબઈ, તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવ વધ્યા પછી મોડી સાંજે ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ ગબડયા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધી હતી. હતી. વિશ્વ બજારમાં ડોલર ઉંચોજતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે ફંડવાળા હળવા થઈ રહ્યાહતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૪૩ વાળા ૬૯.૪૯ ખુલી રૂ.૬૯.૪૭ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૬૯.૭૦ થઈ છેલ્લે બંધ ભાવ ૬૯.૫૯ હતા.
ડોલરના ભાવ આજે ૧૬ પૈસા વધ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવપણ આજે વધુ ૧૨ પૈસા વધી રૂ.૯૧.૧૩થી ૯૧.૧૪ તથા યુરોના ભાવ આજે વધુ૧૫ પૈસા વધી ૭૮.૬૮થી ૭૮.૬૯ બોલાયા હતા. શેરબજાર વધ્યું છે.
ઉપરાંત દેશમાં ચોમાસાનો આશાવાદ પણ વધ્યો છે આમ છતાં કરન્સી બજારમાં રૂપિયો નબળો પડતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં સોનાના ઔંશના ભાવ જે ઉંચામાં ૧૨૮૯.૩૦ ડોલર હતા તે મોડી સાંજે ગબડી ૧૨૭૯.૯૦થી ૧૨૮૦ ડોલર હતા. સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૫.૦૫ ડોલર થયા પછીનીચામાં ભાવ સાંજે ૧૪.૯૦થી ૧૪.૯૧ ડોલર હતા.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫૮૯ વાળા રૂ.૩૧૬૫૩ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૧૫૬૫થી ૩૧૫૭૦ હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૧૬ વાળા ૩૧૭૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૧૬૯૦થી ૩૧૬૯૫ બોલાયા હતા. જીએસટીના સાથેના ભાવ ૩ ટકા ઉંચા હતા.
મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૭૦૧૫ વાળા રૂ.૩૭૧૯૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૦૫૦થી ૩૭૧૦૦ તથા જીએસટી સાથેના ભાવ રૂ.૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા હતા. વિશ્વબજારમાં અન્યકિંમતી ધાતુઓ સૂસ્ત હતી. પ્લેટીનમના ભાવ સાંજે ઔંશના ૮૮૭.૮૦થી ૮૮૭.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૩૬૫.૧૦થી ૧૩૬૫.૨૦ ડોલર હતા.
વૈશ્વિક સ્તરે ડોલર ઉંચકાયો હતો અમેરિકા તથા યુરોપના શેરબજારો ઉંચા ગયા હતા. અમેરિકા અને ચીન પછી હવે અમેરિકા અને યુરોપ તથા અમેરિકા અને જાપાન વચ્ચે ટ્રેડ મંત્રણાઓ શરૂ થશે એવા સમાચાર હતા.
નોર્થ કોરિયા તથા અમેરિકા વચ્ચે પણ વાતચીત પર નજર રહી છે. ચીનમાં પણ શેરબજારો ઉંચકાયા છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં બેતરફી ચાલ દેખાઈ છે. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના સાંજે૭૧.૨૮ ડોલર હતા. ભાવ ૭૧ ડોલરની અંદર ઉતર્યા પછી ફરી ૭૧ ડોલરની સપાટી વટાવી ગયા છે. ન્યુયોર્કના ભાવ નીચામાં ૬૩ ડોલર નજીક ઉતર્યા પથી ભાવ ૬૩,૭૫ થઈ સાંજે ૬૩.૬૬ ડોલર હતા. કોપરના ભાવ સાંજે ન્યુયોર્ક વાયદાના ૦.૨૦થી ૦.૨૫ ટકા ઉંચા બોલાયા હતા. લંડન બજારમાં કોપરનાભાવ ટનના ૩ મહિનાના વાયદાના આજે ૬૪૮૩ ડોલર હતા. ત્યાં કોપરનો સ્ટોક ૧૨૫૦ ટન ઘટયો હતો જ્યારે જસતનો ૧૦૩૫૦ ટન વધ્યો હતો.
જોકે ત્યાં ટીન, નિકલ, એલ્યુમિનીયમ તથા સીસાનો સ્ટોકઘટાડા પર રહ્યાના વાવડ હતા. ઘરઆંગણે ઝવેરી બજારમાં સોનાના ભાવ નીચા ઉતરતાં હવેપછી માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. તામિળનાડુમાં નીચા મથાળે માગ શરૂ શરૂ થઈ છે સાઉથમાં ૨૩ એપ્રિલે ચૂંટણી પતી ગયા પછી સોનાની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં સોનાની વાર્ષિક કુલ સરેરાશ માગ ૮૦૦થી ૮૫૦ ટન જેટલી રહે છે અનેઆ પૈકી સાઉથમાં માગ આશરે ૪૦ ટકા જેટલી રહેતી હોય છે. અમેરિકામાં જોકે ગોલ્ડ ઈટીએફમાં એલપીડીઆરમાં સોનાનું હોલ્ડિંગ ઘટી ૭૫૪ ટન થયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v9ghJ6
via Latest Gujarati News
0 Comments