મુંબઈ,તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર
ઘરઆંગણે આયાત થતા વિવિધ આયાતી ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ફેૈરફારો કર્યા હતા. આના પગલે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોનીઈફેકટવી ઈમ્પોર્ટ ડયુટીમાં ફેરફારોથયા છે. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓની આવી ટેરીફ વેલ્યુ ૫૨૯ વાળી વધારી સરકારે ૫૪૦ ડોલર કરી છે પામોલીનની ટેરીફ વેલ્યુ ૫૬૭ વાળી ૫૭૩ ડોલર કરાઈ છે.
જોકે સોયાતેલ ડિગમનીઆવી ટેરીફ વેલ્યુ ૭૧૧ વાળી ઘટાડી સરકારે૬૯૩ ડોલર કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતા સીપીઓની અસરકારક આયાત જકાત ટનના રૂ.૩૩૬ વધી છે. પામોલીનની રૂ.૨૦૬ વધી છે સામે સોયાતેલની આયાત જકાત ટનના રૂ.૪૮૧ ઘટી હોવાનું બજારે જણાવ્યું હતું.
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલમા માગ નિકળતાં વિવિદ ડિલીવરીઓમાં મળીને આશરે ૪૦૦થી ૫૦૦ ટનના વેપાર થયા હતા. વિશ્વ બજારના સમાચાર પામતેલમાં પ્રોત્સાહક હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૧૧,૧૪, ૧૨ તથા ૧૨ પોઈન્ટ પ્લસમાં બંધ હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચા બોલાયા હતા.
મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના૩ રૂ.૬૦૩ વાળા ૬૦૫ તથા જેએનપીટીના ૬૦૨ વાળા ૬૦૩ હતા. એક રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના વેૅપાર ઓલ એપ્રિલ ડિલીવરી માટે રૂ.૬૦૮થી ૬૧૦માં આશરે ૩૦૦થી ૪૦૦ટનના થયા હતા. બાકીના વેપારો હવાલા રિસેલમાં થયા હતા. ક્રૂડપામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૫વાળા રૂ.૫૩૪ હતા. વાયદા બજારમાં સાંજે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૩૮.૧૦ તથા સોયાતેલ વાયદાના રૂ.૩૨૨.૩૦ હતા.
મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ રૂ.૯૮૫ના મથાળે શાંત હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦ થઈ ૯૬૦ તથા ૧૫કિલોના ભાવ રૂ.૧૫૨૫ થઈ ૧૫૩૦ બોલાયા હતા.
ત્યાં કોટન વોશ્ડના ભાવ ૬૯૬થી ૬૯૮ વાળા ૭૦૦ હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે પાંચ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૫૦૦ ગુણી નોંધાઈ હતી. તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૧૫થી ૮૫૦ તથા ઉંચામાંભાવ રૂ.૯૩૦થી ૯૩૫ બોલાયા હતા. સિંગદાણામાં વિવિધ મથકોએ ઓલ ઈન્ડિયા આવકો હાલ દૈનિક સરેરાશ દોઢથી પોણા બે લાખ ગુણી આવીરહી છે. આવકો અપેક્ષાથી ઓછી રહી છે સામે મથકોએ દરિયાપારની પૂછપરછો તથા માગ સારી રહ્યાના તથા ભાવ મક્કમ રહ્યાના વાવડ હતા.
મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ડિગમના ૭૦૦ વાળા ૬૯૭ ગતા જ્યારે રિફા.ના ભાવ રૂ.૭૪૦ હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૭૪૫ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના ભાવ રૂ.૭૬૫ હતા. જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૬૦ બોલાતા હતા.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૪થી ૧૭ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૫થી ૬ પોઈન્ટ માઈનસમાં હતા જોકે ત્યાંના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૨૭થી ૩૧ પોઈન્ટ ઉંચકાયો હતો જ્યારે સોયાબીનનો વાયદો ૩૪થી ૩૬ પોઈન્ટ વધ્યાના વાવડ હતા, અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણાઓ હવેકેવી આગળ વધે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.
મુંબઈ દિવેલ હાજર ભાવ૧૦ કિલોના વધુ રૂ.૨૭ ગબડી કોમર્શિયલના રૂ.૧૧૯૩, એફએસજીના રૂ.૧૨૦૩ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૮૩ બોલાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૯૫૦ વાળા રૂ.૫૮૧૫બોલાયા હતા.
એરંડા દિવેલ હાજર બજારમાં તાજેતરમાં ભાવ ઝડપી ઉછળ્યા પછી હવે બજારમાં પ્રત્યાઘાતી આંચકા આવી રહ્યા છે. મુંબઈ ખોળ બજારમાં સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૬૦૦ વાળા રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ બોલાયા હતા. અન્ય ખોળો સાંકડી વધઘટે અથડાતા હતા. ઘરઆંગણે મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ સોયાબીનની આવકો સવારેઆશરે ૪૪થી ૪૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા ભાવ ત્યાં રૂ.૩૭૦૦થી ૩૮૦૦ તથા પ્લાન્ટના રૂ.૩૮૦૦થી ૩૮૬૦ હતા. સોયાતેલના ભાવ ૬૯૫થી ૭૦૦ તથા રિફા.ના રૂ.૭૪૦થી ૭૪૩ હતા.
એરંડાવાયદાના ભાવ સાંજે રૂ.૧૪૦થી ૧૪૪ નીચા બોલાયા હતા. સીપીઓ વાયદો સાંજે રૂ.૪.૦૦થી ૪.૩૦ પ્લસમાં હતો સોયાતેલ વાયદો એપ્રિલ રૂ.૧.૨૫ ઉંચો તથા મે વાયદો નરમ હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PclcSN
via Latest Gujarati News
0 Comments