ચોમાસું સફળ રહેવાની આગાહીએ વિક્રમી તોફાન : સેન્સેક્સ 370 પોઈન્ટ ઉછળીને 39276 નવી ઐતિહાસિક ઊંચાઈએ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની તૈયારી વચ્ચે ફરી દેશમાં સ્પષ્ટ બહુમત સાથે સ્થિર સરકારની રચના થવાની હવા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ચોથા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં આજે આઈટી જાયન્ટ વિપ્રો દ્વારા રિઝલ્ટ સાથે રૂ.૧૦,૫૦૦ કરોડના શેરોનું બાયબેક કરવાનું જાહેર કરાતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર વધતો રહીને આજે ૭૦ની નજીક પહોંચી જતાં શેરોમાં ફંડોની આક્રમક વિક્રમી તેજી જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં અત્યાર સુધી આઈટી જાયન્ટ કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસના રિઝલ્ટ એકંદર સારા રહ્યા બાદ આજે વિપ્રોએ શેર ધારકોને બાયબેક જાહેર કરીને ખુશ કરી દેતાં અને ખાસ લોકસભા ચૂંટણીમાં અગાઉ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળવાની બજારની ધારણા બદલીને હવે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર ફરી સત્તા સંભાળશે એવા અનુમાને ફંડો ખાસ ફોરેન ફંડોએ  શેરોમાં  ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી મૂકી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર સતત વધતો રહીને આજે ૧૮ પૈસા વધીને રૂ.૬૯.૬૦ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોની સાથે ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૩૬૯.૮૦ પોઈન્ટ ઉછળીને ૩૯૨૭૫.૬૪ની નવી ઐતિહાસિક ઊંચાઈએ અને નિફટી સ્પોટ ૯૬.૮૦ પોઈન્ટ ઉછળીને ૧૧૭૮૭.૧૫ની નવી વિક્રમી  ઊંચાઈએ બંધ રહ્યા હતા.  

સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવીને ૩૯૩૬૪ નવો ઈતિહાસ રચી અંતે ૩૭૦ પોઈન્ટ ઉછળીને ૩૯૨૭૬

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ ૩૮૯૦૫.૮૪ સામે ૩૯૦૪૦.૩૦ મથાળે ખુલીને નીચામાં ૩૯૦૩૮.૮૧ થઈ વન સાઈડ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, યશ બેંક સહિતમાં ફંડોએ લેવાલી કરતાં અને ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી સહિતના પાવર-કેપિટલ ગુડઝ શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરો સાથે ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી તેમ જ સન ફાર્મા, એશીયન પેઈન્ટસ, આઈટીસી, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૩૯૩૬૪.૩૪ નવો વિક્રમ રચી અંતે ૩૬૯.૮૦ પોઈન્ટ વધીને ૩૯૨૭૫.૬૪ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૮૦૦ની સપાટી પણ કુદાવી નવી વિક્રમી ઊંચાઈએ : ૯૭ પોઈન્ટ ઉછળી અંતે ૧૧૭૮૭નો નવો રેકોર્ડ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૯૦.૩૫ સામે ૧૧૬૯૦.૩૫ સામે ૧૧૭૩૬.૨૦ મથાળે ખુલીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, કોટક બેંક સાથે ઓટોમોબાઈલ શેરોમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ ગ્રાસીમ, અદાણી પોર્ટસ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સાથે ટાઈટન, લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, હિન્દાલ્કો, બ્રિટાનીયા,  ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, આઈઓસી, અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફ્રાટેલ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૧૮૦૦ની સપાટી કુદાવી ૧૧૮૧૦.૯૫નો નવો ઈતિહાસ રચીને અંતે ૯૬.૮૦ પોઈન્ટ વધીને ૧૧૭૮૭.૧૫ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૧,૮૦૦નો કોલ ૮.૩૫ થી ઉછળીને ૨૯.૯૫ : નિફટી ૧૧,૭૦૦નો પુટ ૪૨.૮૫ થી ઘટીને ૫.૮૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ  આજે તોફાની ઉછાળામાં ફરી મંદીના ખેલંદાઓના મોટા વેચાણો કપાયા હતા. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૪,૦૯,૫૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૬,૩૩૨.૬૬ કરોડના કામકાજે ૮.૩૫ સામે ૧૫.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૧.૧૫ થઈ વધીને ૪૩.૩૫ સુધી પહોંચી અંતે ૨૯.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૧૧,૫૩૦ કોન્ટ્રેકટસમાં રૂ.૨૭,૩૬૦.૮૬ કરોડના કામકાજે ૪૨.૮૫ સામે ૪૩ મથાળે ખુલીને નીચામાં ૫.૫૦ સુધી પટકાઈ અંતે ૫.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૨,૬૫,૧૮૮ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩,૫૪૦.૫૩ કરોડના કામકાજે ૧૦૩.૯૦ સામે ૭૭.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૨ થઈ ઘટીને ૨૨.૭૫ સુધી આવી અંતે ૨૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૫૦નો પુટ ૬૭.૭૫  સામે ૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૫ થઈ તૂટીને ૧૦.૫૦ સુધી આવી અંતે ૧૧.૧૦ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૩૦,૧૮૭ થી ઉછળીને ૩૦,૬૨૩ : એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૭૨૭ થી વધીને ૧૧,૮૩૩

નિફટી એપ્રિલ ફયુચર ૯૮,૯૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૮૭૬૬.૭૩ કરોડના કામકાજે ૧૧,૭૨૭.૭૫ સામે ૧૧,૭૫૮.૨૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૫૮.૨૫ થઈ વધીને ૧૧,૮૪૭.૧૦ સુધી પહોંચી અંતે ૧૧,૮૩૩  રહ્યો હતો. નિફટી મે ફયુચર ૯૬૨૦ કોન્ટ્રેકટસમાં રૂ.૮૫૭.૩૬ કરોડના કામકાજે ૧૧,૭૯૪.૮૫ સામે ૧૧,૮૨૫.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૨૫.૭૫ થઈ વધીને ૧૧,૯૧૪ સુધી જઈ અંતે ૧૧,૯૦૧ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૨૪,૦૫૯ કોન્ટ્રેકટસમાં રૂ.૭૫૭૧.૯૫ કરોડના કામકાજે ૩૦,૧૮૭.૫૫ સામે ૩૦,૩૦૦.૭૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૨૭૮.૧૦ થઈ વધીને ૩૦,૬૭૮ સુધી જઈ અંતે ૩૦,૬૨૩.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૨૫,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૯૩,૩૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૪૦૯.૭૯ કરોડના કામકાજે ૮.૧૦ સામે ૧૧.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૦ થઈ વધીને ૨૦.૪૫ સુધી જઈ અંતે ૧૬ રહ્યો હતો.

બેંકેક્સ ઈન્ડેક્સની ૫૪૬ પોઈન્ટની છલાંગ : ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ, કોટક બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૪૬.૩૦ પોઈન્ટની છલાંગે ૩૪૩૫૭.૩૫ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬૯.૨૦ ઉછળીને રૂ.૧૮૧૫.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૦૫ વધીને રૂ.૪૦૬.૮૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૧૯૯.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૪.૮૦ વધીને રૂ.૧૩૮૫.૯૫, એક્સીસ બેંક રૂ.૭.૪૫ વધીને રૂ.૭૭૦.૬૫, એચડીએફસી બેંક રૂ.૧૮.૮૫ વધીને રૂ.૨૩૦૪.૭૫, યશ બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૨૬૬.૪૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૫.૮૫ વધીને રૂ.૭૩૭.૭૦, ડીસીબી બેંક રૂ.૯.૬૫ વધીને રૂ.૨૦૨.૦૫,  બંધન બેંક રૂ.૨૫.૧૫ વધીને રૂ.૫૫૮.૧૦, ભારત ફિન રૂ.૩૮.૨૦ વધીને રૂ.૧૧૩૮.૬૫, આરબીએલ બેંક રૂ.૧૨.૭૫ વધીને રૂ.૬૮૦.૯૫, કર્ણાટક બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૧૩૭.૩૦, બજાજ ફિનસસર્વ રૂ.૭૫.૯૫ વધીને રૂ.૭૫૮૫.૩૦, ગૃહ ફાઈનાન્સ રૂ.૨.૬૦ વધીને રૂ.૨૮૩, ઉજ્જિવન રૂ.૨.૫૦ વધીને રૂ.૩૪૯.૮૦, ટાટા ઈન્વેસ્ટ રૂ.૫.૧૦ વધીને રૂ.૮૬૩.૬૫, મુથૂટ ફાઈનાન્સ રૂ.૩.૫૦ વધીને રૂ.૬૧૩.૪૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં  ફંડોની અવિરત ખરીદી : ટીવીએસ મોટર,  મધરસન સુમી, મારૂતી, બોશ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં  ફંડો અને  નામી મહારથીની સતત લેવાલી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૧૨.૪૦ વધીને રૂ.૫૧૬.૮૫, મધરસન સુમી રૂ.૩.૪૫ વધીને રૂ.૧૫૭.૯૦, મારૂતી સુઝુકી રૂ.૧૨૭.૮૦ વધીને રૂ.૭૪૬૪.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૩૨.૪૫ વધીને રૂ.૨૭૩૩.૮૫, બજાજ ઓટો રૂ.૩૫.૩૦ વધીને રૂ.૩૦૬૯.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫ વધીને રૂ.૬૮૭.૨૫, અશોક લેલન્ડ રૂ.૯૬.૩૫, એકસાઈડ રૂ.૨૨૬.૯૫, એમઆરએફ રૂ.૧૦૨.૮૫ વધીને રૂ.૫૮,૧૪૨.૬૦ રહ્યા હતા. 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ : લાર્સન એન્ડ ટુબ્રો, ફિનોલેક્ષ કેબલ, હવેલ્સ, કલ્પતરૂ પાવર વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૪.૬૫ વધીને રૂ.૧૩૮૨.૫૦, ફિનોલેક્ષ કેબલ રૂ.૭.૫૫ વધીને રૂ.૪૮૭.૧૦, સોલાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૧૦૮૪.૨૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૬.૫૦ વધીને રૂ.૭૫૮.૧૦, કલ્પતરૂ પાવર રૂ.૩.૨૫ વધીને રૂ.૪૯૪.૩૦, થર્મેક્સ રૂ.૧.૦૫ વધીને રૂ.૯૮૬.૧૫, સિમેન્સ રૂ.૧.૧૫ વધીને રૂ.૧૧૮૮.૧૦, અદાણી ટ્રાન્સમિશન રૂ.૭.૧૫ વધીને રૂ.૨૨૯, ટોરન્ટ પાવર રૂ.૬.૮૫ વધીને રૂ.૨૬૪, કેઈસી રૂ.૪.૪૫ વધીને રૂ.૩૦૨.૨૦, એનટીપીસી રૂ.૧૩૭.૪૦ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ ફરી વધીને ૭૧ ડોલરની સપાટી કુદાવી  : ઓઈલ શેરોમાં એચપીસીએલ, ઓએનજીસી, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધીને બ્રેન્ટ ક્રુડનાબેરલ દીઠ ૭૧ ડોલરની સપાટી કુદાવી જવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર ૭૦ની સપાટી નજીક પહોંચી જવા છતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે લેવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૭.૩૦ વધીને રૂ.૨૬૪.૪૫, ઓએનજીસી રૂ.૩.૯૦ વધીને રૂ.૧૬૦.૪૫, આઈઓસી રૂ.૧.૪૫ વધીને રૂ.૧૫૫.૭૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૫૫ વધીને રૂ.૨૩૯.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૩૪૫.૩૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં વિપ્રોમાં શેર દીઠ રૂ.૩૨૫ ભાવે રૂ.૧૦,૫૦૦ કરોડના શેરોના બાયબેક : ટીસીએસ, એચસીએલ વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે એક તરફ રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૮ પૈસા વધીને રૂ.૬૯.૬૦ થઈ જતાં અને કંપનીઓના  પરિણામોએ ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. વિપ્રોમાં આજે કંપનીએ શેર દીઠ રૂ.૩૨૫  ભાવે રૂ.૧૦,૫૦૦ કરોડના શેરોનું બાયબેક કરવાને મંજૂરી આપતાં પૂર્વે શેરોમાં એકંદર નરમાઈએ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૨૮૧.૧૦ રહ્યો  હતો. ટીસીએસ રૂ.૨૨.૪૦ વધીને રૂ.૨૧૩૨.૪૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨.૯૫ વધીને રૂ.૧૧૦૬.૭૦, ટેક મહિન્દ્રા રૂ.૭૯૭.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ : ૧૨૯૮ શેરો નેગેટીવ બંધ : ૧૬૧  શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ-નિફટી નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સાવચેતીમાં ફંડોએ હળવા થવાનું પસંદ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૮ અને વધનારની સંખ્યા ૧૨૭૭ રહી હતી. ૧૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૂ.૧૦૩૮ કરોડની ખરીદી : ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૭૪૦ કરોડની ખરીદી, સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૬૯ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૦૩૮.૫૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૨૮૪.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૪૫.૭૫  કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૭૪૦.૯૫ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૬૯.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૭.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૫૬૩.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫૨૬.૫૩ કરોડની વેચવાલી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v8WDwE
via Latest Gujarati News

Post a Comment

0 Comments