
અમદાવાદ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
સામાન્ય ચોમાસાની આગાહી તેમજ તાજેતરમાં શરૂ થયેલ કોર્પોરેટ અર્નિંગની સિઝન પ્રોત્સાહક રહેવાની ધારણા પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલીના પગલે આજે બીએસઈ સેન્સેક્સ તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ટ્રાડે લાઈફટાઈમ હાઈ સપાટીની રચના કરી કામકાજના અંતે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.
બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ લોકસભાની ચુંટણીમાં સ્થિર સરકારની રચનાનો પ્રથમ આશાવાદ પણ બજારની તેજીને ઈંધણ પૂરૂં પાડયું હતું. આજે વિપ્રો કંપની દ્વારા ફરીથી બાયબેકની કરાયેલી જાહેરાતની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ બેંકિંગ, ઓટો, કેપીટલ ગુડ્ઝ અને કન્ઝ્યુમર શેરોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૩૯૩૬૪.૩૪નો નવો વિક્રમ રચીને ઊંચા મથાળેથી પાછો ફર્યો હતો.
જોકે, આમ છતાંય કામકાજના અંતે તે ૩૬૯.૭૦ પોઈન્ટ ઉછળીને ૩૯૨૭૫.૬૪ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ મજબૂત રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ પણ આજે નવી લેવાલી પાછળ ઈન્ટ્રાડે વધીને ૧૧૮૦૦ની સપાટી કૂદાવી ૧૧૮૧૦.૯૫ ની ઓલટાઈમ હાઈને સ્પર્શી કામકાજના અંતે ૯૬.૮૦ પોઈન્ટ વધીને ૧૧૭૮૭.૧૫ની સપાટીએ મક્કમ રહ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XhTvLa
via Latest Gujarati News
0 Comments