મુંબઈ, તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર
મ્યુચ્યુઅલ ફન્ડસ અને પોર્ટફોલિઓ મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) પૂરી પાડનારાઓની કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એન્ટ્રીથી ડેરિવેટિવ્ઝ માર્કેટને ખાસ કરીને લિક્વિડિટીની દ્રષ્ટિએ વ્યાપક બળ મળશે.
હેજિંગમાં વધારો કરવામાં ખાસ કરીને ઉત્પાદકો દ્વારા હેજિંગ વધારવામાં તે મદદ કરશે અને તેનાથી દૂરના કોન્ટ્રેકટસની ડેપ્થ અને લિક્વિડિટીમાં વધારો થશે. નિયામક દ્વારા ખુલ્લી મુકાયેલી આ તકને લઈને દેશના મ્યુચ્યુઅલ ફન્ડ આશાવાદી છે.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના બોર્ડે કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ફન્ડ હાઉસોને કામકાજ કરવાની મંજુરી આપી છે અને આ માટેના નિયમો ઘડાઈ રહ્યા છે.
જો કે નાણાં મંત્રાલયની આગેવાની હેઠળના નાણાંકીય સેવા વિભાગે આ નિર્ણય સામે ચિંતા વ્યકત કરી છે અને જણાવ્યું છે કે આનાથી કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં સટ્ટાખોરીનું સ્તર વધશે.
બીજી બાજુ સેબીના આ નિર્ણયને બજારના વર્તુળો આવકારી રહ્યા છે. આને કારણે રિટેલ રોકાણકારો માહિતીસભર નિર્ણય લઈ શકશે અને બીજું સંસ્થાકીય રોકાણકારોને લાંબાગાળાના ઈન્વેસ્ટમેન્ટ માટેનો માર્ગ ખુલ્લો થશે જે દૂરના કોન્ટ્રેકટસમાં લિક્વિડિટી ઊભી કરવામાં ટેકો પૂરો પાડશે.
ફન્ડ હાઉસો સામાન્ય રીતે લાંબા ગાળાનું જ રોકાણ કરતા હોય છે. તેમને શોર્ટ સેલ કરવાની મંજુરી નથી હોતી. હેજ ફન્ડસ અથવા ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડસને કોમોડિટી ડેરિવેટિવ્સમાં ભાગ લેવાની છૂટ છે પરંતુ તેઓ નિયમોની અંદર રહીને સટ્ટો કરી શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v9NqUW
via Latest Gujarati News
0 Comments