બરેલી રેલવે સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી, ઇન્ડિયન મુજાહિદ્દીને મોકલ્યો રજિસ્ટર્ડ પત્ર

બરેલી, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના બરેલી રેલવે સ્ટેશનને બોમ્બ વિસ્ફોટ વડે ઊડાવી દેવાની ધમકી મળતાં સિક્યોરિટી બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. બરેલીના સ્ટેશન માસ્ટરને ઇન્ડિયન મુજાહિદ્દીન કમાન્ડરના નામે રજિસ્ટર્ડ પત્ર મળ્યો હતો જેમાં બરેલી રેલવે સ્ટેશનને ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તરત ટ્રેન્ડ પોલીસ ડૉગ સહિત બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

પોતાને ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર તરીકે ઓળખાવતા મુન્ને ખાને પત્રમાં લખ્યું હતું કે કોઇ પણ સમૂહ કાવડયાત્રા કાઢશે તો બરેલી રેલવે સ્ટેશનને બોમ્બ વડે ઊડાવી દેવામાં આવશે. 

દર વરસે શ્રાવણ મહિનામા્ં હજ્જારો લોકો કાવડયાત્રા કાઢે છે અને ભગવાન શિવને દૂધ, જળ, ફૂલ તથા સાકર ધરાવે છે.

અગાઉ મેરઠ, ગાઝિયાબાદ, શામલી, હાપુર અને ગજરૌલા સ્ટેશનોને ઊડાવી દેવાની ધમકીના પત્રો આવ્યા હતા. હવે બરેલીને ઊડાવી દેવાની ધમકી આવી પડી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MdvPVR
via Latest Gujarati News

Post a Comment

0 Comments