રાજીવ ગાંધીની હત્યારી નલિની પેરોલ પર બહાર આવી

નવી દિલ્હી, તા.25 જુલાઇ 2019, ગુરૂવાર

સદ્ગત વડાપ્રધાન રાજીવ ગાંધીને ચેન્નાઇ નજીક પેરામ્બુદુરમાં બોમ્બ દ્વારા ઊડાવી દેનારી આરોપી નલિની પોતાની પુ્ત્રીનાં લગ્ન માટે પેરોલ પર છૂટીને બહાર આવી હતી.

નલિનીએ છ માસની રજા માગી હતી પરંતુ હાઇકોર્ટે ફક્ત ત્રીસ દિવસની રજા મંજૂર કરી હતી. નલિની આજીવન કેદની સજા ભોગવી રહી છે. 

એણે મદ્રાસ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે મારી પુત્રીનાં લગ્ન માટે મારાં પેરોલ મંજૂર કરો. નલિનીની પુત્રી લંડનમાં રહે છે. નલિનીએ મદ્રાસ હાઇકોર્ટને લખેલા પત્રમાં એવી દલીલ કરી હતી કે આજીવન કેદીને દર બે વર્ષ પછી એક મહિનાની રજા પેરોલ પર મળે છે. મેં છેલ્લાં 27 વર્ષમાં એક પણ રજા લીધી નથી.

શ્રીલંકામાં તમિળ ઇલમ (અલગ તમિળ રાજ્ય) માટે લડત ચલાવતા તમિળ ટાઇગર્સને ખતમ કરવા રાજીવ ગાંધીએ ભારતીય લશ્કરની કુમક કોલંબો મોકલી હતી એટલે તમિળ ટાઇગર્સે રાજીવ ગાંધીની હત્યા કરવાનું કાવતરું કર્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZdIZGa
via Latest Gujarati News

Post a Comment

0 Comments