
મુંબઇ તા.10 એપ્રિલ 2019, બુધવાર
સદ્ગત અભિનેત્રી શ્રીદેવીની અભિનેત્રી પુત્રી જાન્હવી કપૂરે કહ્યું હતું કે ટૂંક સમયમાં મારી બહેન ખુશી પણ ફિલ્મોમાં પદાર્પણ કરે એવી શક્યતા છે
અનાયતા શ્રોફના ટીવી ચેટ શોમાં બોલતાં જાન્હવીએે કહ્યું કે અત્યારે હું વધુ માહિતી આપી શકું એમ નથી. પરંતુ એક વાત નક્કી છે. ખુશી પહેલાં અમેરિકામાં એક્ટિંગની તાલીમ લેશે. ત્યાર બાદ નક્કી કરશે કે એને અભિનય કરવો છે કે નહીં.
થોડા સમય પહેલાં એવી વાતો વહેતી થઇ હતી કે ખુશી શાહરુખ ખાનના પુત્ર આર્યન સાથે કરણ જોહરની ફિલ્મમાં ડેબ્યુ કરશે. આ સમાચારને કોઇએ સમર્થન કે રદિયો આપ્યો નહોતો. હવે જાન્હવીએ પહેલીવાર આ વાત કાઢી હતી. એને પૂછવામાં આવ્યું હતું કે તમે બંને બહેનો એકમેકની ખૂબ નિકટ છો. ખુશી અમેરિકા જાય તો તમને ગમશે ?
આ સવાલના જવાબમાં જાન્હવીએ કહ્યંુ કે હું તો એના અમેરિકા જવાની વાત માત્રથી થથરી ઊઠું છું અને મારા પિતા બોની કપૂર ખુશી અમેરિકા જવાની છે એ જાણીને તરત રડી પડશે. હજુ તો મમ્મીની વિદાયના આઘાતમાંથી એ મુક્ત થયા નથી ત્યાં ખુશી દૂર જવાની વાત એ સહન નહીં કરી શકે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Krwe7Q
via Latest Gujarati News
0 Comments