સલમાને હજારો વર્ષ પ્રાચીન મૂર્તિ ખંડિત કરી ?


મહેશ્વર (મધ્ય પ્રદેશ) તા. 10 એપ્રિલ 2019, બુધવાર

સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીનું શૂટિંગ શરૂ થયું ત્યારથી વિવાદના કેન્દ્રમાં આવી ગઇ હતી. લેટેસ્ટ સમાચાર મુજબ ફિલ્મનું શૂટિંગ અટકી પડે એવી શક્યતા સર્જાઇ હતી.

વાત એવી બની કે આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના મહેશ્વર વિસ્તારમાં ચાલી રહ્યંુ છે જ્યાં કેટલાંક પ્રાચીન ઐતિહાસિક અને ધાર્મિક અવશેષો આવેલાં છે. પહેલાં એવો આક્ષેપ થયેલો કે સલમાને શિવલિંગનું અપમાન કર્યું. સલમાને એવું કશું કર્યાનો ઇનકાર કર્યો અને એ વિવાદ પૂરેપૂરો શમી જાય ત્યાં એવી વાત આવી કે શૂટિંગ દરમિયાન કેટલીક પ્રાચીન મૂર્તિએા ખંડિત થઇ હતી.

આ મુદ્દે હોબાળો થતાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સલમાન ખાનને દબંગ થ્રીના નિર્માતા તરીકે નોટિસ આપી હતી કે આ બાબતમાં તમારે શો ખુલાસો કરવાનો છે ? તમારું શૂટિંગ કેમ અટકાવી ન દેવું એનો જવાબ આપો. 

આમ દબંગ થ્રીનું શૂટિંગ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં બે વિવાદ સર્જાઇ ગયા હતા. એમાંય હાલ સંસદીય ચૂંટણીના દિવસો છે એટલે દરેક રાજકીય પક્ષ અને સંબંધિત સંસ્થાઓ આવા મુદ્દાને ચગાવીને એનો લાભ લેવા મથતી હોય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UMzVJa
via Latest Gujarati News

Post a Comment

0 Comments