ઊભયલિંગી વિરોધી કાયદા સામે લડવા ટેલરે માતબર દાન આપ્યું


લોસ એંજલ્સ તા.10 એપ્રિલ 2019, બુધવાર

ઊભયલિંગી (ટ્રાન્સજેન્ડર ) લોકો વિરોધી કાયદા સામે લડવા માટે ટોચની અમેરિકી ગાયિકા ટેલર સ્વીફ્ટે એક લાખ તેર હજાર અમેરિકી ડૉલર્સનું દાન આપ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ડેડલાઇન ડૉટ કોમના એક અહેવાલ મુજબ એલજીબીટીક્યૂુ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) વિરોધી કાયદા સામે લડી રહેલી કાનૂની સંસ્થા ટેનેસી ઇક્વલીટી પ્રોજેક્ટ(ટીઇપી)ને ટેલરે આ માતબર દાન આપ્યું હતું.

ટીઇપીના પ્રવક્તા ક્રીસ સેન્ડર્સે સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરતાં લખ્યું કે ટેલર સ્વીફ્ટ પહેલેથી એલજીબીટીક્યૂની સમર્થક રહી છે અને અમને અવારનવાર મદદ કરતી રહે છે.

એ સતત અમારા સંઘર્ષનું નિરીક્ષણ કરતી રહી છે અને જરૂર પડયે મિડિયા મુલાકાતોમાં પણ અમારું સમર્થન કરતી રહી છે. અમે એના આવા ઉત્સાહવર્ધક પગલાંથી આભારી છીએે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KlFUR7
via Latest Gujarati News

Post a Comment

0 Comments