એવેન્જર્સ એન્ડગેમની સ્ટોરીલાઇન લીક થઇ ગઇ ?


લોસ એંજલ્સ તા.13  એપ્રિલ 2019, શનિવાર

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમની સ્ટોરીલાઇન લીક થઇ ગઇ હોવાનો દાવો સોસ્યલ મિડિયા પર કરવામાં આવ્યો હતો.

સોશ્યલ મિડિયાના એક યુઝરે એવો દાવો કર્યો હતેા કે આ ફિલ્મમાં એનું એન્ડગેમ ટાઇટલ સૂચવે છે એમ કેટલાક સુપરહીરોઝ મરી જતા દેખાડાશે. ખાસ કરીને ટોની સ્ટાર્ક (આયર્નમેન ) અને એની પત્ની પેપર પોટ્સ પણ મરી જશે અને કેપ્ટન અમેરિકા નિવૃત્ત થઇ જશે.

જો કે માર્વેલના ખાસ ફેન્સ આ વાતો માનવા તૈયાર નથી. એ લોકો કહે છે કે આવી વાતો પર ધ્યાન આપવાને બદલે થોડા દિવસ પ્રતીક્ષા કરીએ. આમ પણ 26મી એપ્રિલે ફિલ્મ રજૂ થવાની છે. ત્યારે આપોઆપ તમામ રહસ્યોનો અંત આવી જશે. અત્યારથી આવી વાતો પર વિશ્વાસ રાખીને અપસેટ થવાનો કોઇ અર્થ નથી.  

એન્થની અને જો રુસો (બંને સગ્ગા ભાઇઓ છે) નિર્દેશિત આ ફિલ્મ અન્ય સુપરહીરો ફિલ્મો કરતાં લાંબી થઇ ગઇ છે. એક કરતાં વધુ વખત એડિટિંગ કર્યા પછી પણ આ ફિલ્મ ત્રણ કલાક કરતાં પણ થોડી વધુ લાંબી છે એેવા અહેવાલો અમેરિકી મિડિયામાં પ્રગટ થઇ ચૂક્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GlcoqT
via Latest Gujarati News

Post a Comment

0 Comments