Recipe: સાંજની ચા સાથે બેસન ભુર્જીનો નાસ્તો છે બેસ્ટ option


અમદાવાદ, 13 એપ્રિલ 2019, શનિવાર

ઉનાળામાં સૌથી મોટી સમસ્યા હોય છે કે સાંજની ચા સાથે નાસ્તો શું કરવો. વળી વેકેશન હોવાથી બાળકોને પણ નવી નવી વાનગી ચાખવાની ઈચ્છા થતી હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાંજના નાસ્તા માટેનો ટેસ્ટી વિકલ્પ કયો છે. 

સામગ્રી

ચણાનો લોટ- 1 કપ

અળસીનો પાવડર- 1 ચમચી

દહીં- 2 ચમચી

જીરું- 1 ચમચી

ડુંગણી ઝીણી સમારેલી- 1 

કેપ્સિકમ- 1

આદુ, મરચાં- 2 ચમચી

હળદર- 1 ચમચી

નમક સ્વાદાનુસાર

લાલ મરચું- 1 ચમચી

રીત

એક વાસણમાં દહીં, ચણાનો લોટ અને અળસીનો પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરો. જરૂર જણાય તો તેમાં પાણી ઉમેરવું. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી અને તેમાં જીરું ઉમેરી ડુંગણી સાંતળો. થોડીવાર પછી તેમાં આદુ, મરચું અને મસાલા ઉમેરી ધીમા તાપે સાંતળો. 5 મિનિટ પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. ચણાના લોટનું મિશ્રણ ઉમેરતાં સતત તેને હલાવવું. તેમાં નમક ઉમેરી અને 2થી 3 મિનિટ હલાવી અને ભુરજી ડ્રાય થાય ત્યાં સુધી તેને ગરમ કરી સર્વ કરવી.




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UUMwtZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments