ઉનાળામાં ચહેરાને ચમકાવો તરબૂચના ફેસપેકથી, જાણો તેના ફાયદા


અમદાવાદ, 13 એપ્રિલ 2019, શનિવાર

તરબૂચ એવું ફળ છે જે અનેક ગુણ ધરાવે છે. તરબૂચ ખાવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. ઉનાળામાં જો પાણી ઓછું પીવાતું હોય તો તેની ખામીને તરબૂચ દૂર કરી શકે છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઊણપ રહેતી નથી. આ ફળ ત્વચાને તરોતાજા બનાવી અને સુંદર રાખે છે. તરબૂચ ખાવાથી તો લાભ થાય જ છે પરંતુ તરબૂચનું ફેસપેક ચહેરા પર લગાવવાથી પણ અનેક લાભ થાય છે. આ લાભ વિશે આજ સુધી તમે સાંભળ્યું હશે નહીં.

તૈલીય ત્વચા માટે

તરબૂચમાં જે વિટામિન એ હોય છે તે ત્વચાના રોમછિદ્રોને ઘટાડે છે અને તેનાથી તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે. તૈલીય ત્વચાથી મુક્તિ મેળવવા માટે તરબૂચના પલ્પને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી પછી ચહેરો ઠંડા પાણીથી સાફ કરી લેવો.

બેદાગ ત્વચા માટે

ત્વચાના દાગ અને ધબ્બા દૂર કરવા માટે તરબૂચની એક સ્લાઈસ લેવી અને તેમાં દહીં ઉમેરી સારી રીતે તેને મિક્સ કરી અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી સાફ કરી લો. 

નેચરલ ટોનર

તરબૂચ ત્વચા માટે નેચરલ ટોનરનું કામ કરે છે. તેમાં એસીડિક ગુણ હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રૂપથી ટોન કરે છે. 

ખીલનો કરે છે સફાયો

તરબૂચનું જ્યૂસ રોજ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. 

તરબૂચનો ફેસ પેક

એક મોટો ચમચો તરબૂચનો જ્યૂસ અને એક ચમચી એવોકાડો લેવું. તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણથી સાફ કરી લો. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UiyKx3
via Latest Gujarati News

Post a Comment

0 Comments