
માવલામાયની (મ્યાંમાર) તા. 10 ઓગસ્ટ, 2019, શનિવાર
પૂર્વિય મ્યાંમારમાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડતાં ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા હતા, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.બચાવ ટુકડીઓએ કાદવમાંથી લોકોને અને મૃત્યદેહને બહાર કાઢવાની શરૂઆત કરી હતી. ભેખડો ધસી પડતાં અનેક લોકો લાપતા થયા હતા.
મ્યાંમારનો વરસાદ દર વર્ષે હોનારત લઇને આવે છે જેમાં હજારો લોકો બેધર બની જાય છે અને આખા પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનના બનાવો બને છે.મોન રાજ્યમાં યે પયાર કોને ગામમાં કાદવ ભેગું થઇ જતાં અનેક લોકો તેમાં ફસાયા હતા અને પૂરમાં 16 ધરો તણાઇ ગયા હતા.
બચાવ અને રાહતની ટુકડીઓ આખી રાત શોધખોળમાં વ્યસ્ત રહી હતી. તેમની પાસે હાથમાં પહેંરવા માટે કોઇ મોજા આૃથવા તો અન્ય કોઇ સામગ્રી પણ નહતી છતાં તેમણે આખી રાત બચાવ કામગીરી કરી હતી.
'અમને 34 મૃત્યદેહ મળ્યા હતા અને હજુ પણ લાપલા થયેલાઓની શોધ ચાલુ છે'એમ સૃથાનિક વહીવટકર્તા મેયો તુને સમાચાર એજન્સીને કહ્યું હતું. તેમના કહેવા અનુસાર અત્યાર સુધી 47 લોકો ઘાયલ થયા હતા અને 80 કરતાં વધુ લોકો લાપતા થયા હતા.
હવાઇ ચિત્રોમાં દેખાતું હતું કે અનેક ધરોના છાપરા તુટી ગયા હતા અને કાટમાળના કારણે રસ્તા પણ રોકાઇ ગયા હતા. ગામમાં ટેકરી પર આવેલું એક માત્ર મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.પેગોડાનું માત્ર કલશ જ કાદવમાંથી દેખાતું હતું.32 વર્ષની માતા હતાય હતાય વિને કહ્યું હતું કે તેમની બે પુત્રીઓ અને
પાંચ સંબધીઓ મળ્યા નથી.તે એટલા માટે બચી ગઇ હતી કે પાસેના ગામમાં આવેલા પૂરને જોવા ગઇ હતી તેની થોડી મિનિટો પછી જ આ ઘટના બની હતી.'મેં એક મોટો ધડાકો સાંભળ્યો હતો. પાછળ ફરીને જોયું તો મારૂં જ ઘર કાદવમાં ફેરવાઇ ગયું હતું.
બચાવ ટુકડીઓ એ આખા દિવસે કામગીરી કરી હતી.તેમણે અનેક મૃત્યદેહને લોડીંગ રિક્ષામાં મૂક્યા હતા. ગભરાઇ ગયેલા ગ્રામીણો દુખી થઇને આ દ્રશ્ય જોઇ રહ્યા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OR3CHj
via Latest Gujarati News
0 Comments