
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 ઓગસ્ટ 2019, શનિવાર
પુણે-મુંબઈ દરમ્યાન રેલવેની તમામ ગાડીઓ રવિવાર સુધી બંધ રાખવામાં આવવાની ઘોષણા પહેલેથી જ કરાઈ છે, પરંતુ હવે મુંબઈ-પુણેની ડેક્કન ક્વીન, પ્રગતિ, સિંહગડ અને ઈન્ટરસિટી એક્સપ્રેસ ગાડીઓ ૧૬મી ઓગસ્ટ સુધી રદ્દ કરવાનો નિર્ણય મધ્ય રેલવે પ્રશાસને લીધો છે. આથી દરરોજ મુંબઈ-પુણે આવ-જા કરનારાઓને તકલીફ થશે.
તે સાથે જ કોલ્હાપુર શેહરના પૂરને લીધે ત્યાં જતી કોયના એક્સપ્રેસ, મહાલક્ષ્મી એક્સપ્રેસ, સહ્યાદ્રી એક્સપ્રેસ તેમજ મુંબઈ-ગદગ-મુંબઈ એક્સપ્રેસ, પુણે -ભુસાવળ-પુણે એક્સપ્રેસ ગાડી પણ ૧૬ ઓગસ્ટ સુધી રદ્દ કરાઈ છે.
પુણે માર્ગે જનારી યશવંતપૂર-નિજામુદ્દીન એક્સપ્રેસ દૌંડ-મનમાડ માર્ગે વાળવામાં આવી છે. તો મ્હૈસૂર-ઉદયપુર સિટી એક્સપ્રેસ દૌંડ-પુણે માર્ગે વાળવામાં આવી છે. પનવેલ- નાંદેડ એક્સપ્રેસ ૧૨મી ઓગસ્ટે પુણેથી દોડશે તો પનવેલ-નાંદેડ વિશેષ ગાડી ૧૧ ઓગસ્ટે દોડાવવામાં આવશે.
ઈદ અને રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બચ્યાં છે. ત્યારે સતત રદ્દ કરાતી ટ્રેનોને કારણે નાગરિકોને માનસિક ત્રાસ સહન કરવો પડી શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33o2C0w
via Latest Gujarati News
0 Comments