
મુંબઇ તા.10 ઓગસ્ટ 2019, શનિવાર
તારા સૂતરિયા એની આગામી ફિલ્મ મરજાવાં તથા તડપના શૂટિંગમાં વ્યસ્ત છે. તડપ એ તેલુગુ હિટ આરએક્સ ૧૦૦ની હિન્દી રીમેક છે. કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર દ્વારા બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનારી તારા બીજા કારણથી પણ સમાચારમાં છે. એ આધાર જૈન સાથે ડેટિંગ કરી રહી છે.
આધાર જૈન રણબીર કપૂરનો કઝીન છે. જેણે થોડા ક સમય અગાઉ કૈદી બેન્ડ દ્વારા બોલીવૂડમાં પહેલું ડગલું માંડયુંહતું. તારા અને આધારની પહેલી ફિલ્મ નિષ્ફળ રહી હતી. પણ બન્ને ચક્કરને કારણે ચર્ચામાં છે.
બન્નેએ ડેટિંગ કરતા હોવાનું સ્વીકાર્યું નથી અને પાપારાઝીઓના લેન્સમાં કેદ નથી થયા. પણ સૂત્રોના દાવા પ્રમાણે બન્ને ડેટિંગ કરી રહ્યા છે. અને પાર્ટીઓમાં સાથે જ હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MbuDTK
via Latest Gujarati News
0 Comments