નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન 11 એપ્રિલે થવાનુ છે.તે પહેલા જોર શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. લોકસભાની વર્તમાન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર કરવા માટેનો પોતાનો મુખ્ય નારો નક્કી કરી લીધો છે.કોંગ્રેસે " અબ હોગા ન્યાય" નો નારો નક્કી કર્યો છે.જેના સહારે લોકસભા ચૂંટણી લડવામાં આવશે.
કોંગ્રેસના આ નારામાં ન્યાયનો અર્થ ગરીબો માટે પ્રતિ વર્ષ 72000 રુપિયા આપવાની ન્યાય યોજનાના સંદર્ભમાં છે.કોંગ્રેસે આટલી રકમ ગરીબોને આપવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ આનંદ શર્માએ કહ્યુ હતુ કે, અમારુ અભિયાન ન્યાય આધારીત છે.દેશનો યુવાન નોકરી માટે, ખેડૂતો યોગ્ય ભાવ માટે, મહિલાઓ સુરક્ષા માટે ન્યાય માંગી રહી છે.
રાહુલ ગાંધીએ પોતે ગરીબોને દર વર્ષે 72000 રુપિયા આપવાની ન્યાય યોજના લોન્ચ કરી હતી.પ્રિયંકા ગાંધીએ આ એલાનને ગરીબી પરનો સૌથી મોટો પ્રહાર ગણાવી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FUjvoF
via Latest Gujarati News
0 Comments