કોલંબો, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા આઠ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધા બાદ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલો કરનારા આઠ સુસાઇડ બોમ્બરોની એક તસવીર પણ જારી કરી છે.
ટ્વીટર પર જારી કરવામાં આવેલી આ તસવીરમાં કાળા કપડાં પહેરેલા આઠ શખ્સ દેખાઇ રહ્યાં છે અને એવું કહેવાઇ રહ્યું છે કે આ આઠ જણાંએ જ શ્રીલંકામાં તબાહી મચાવી હતી. આઠમાંના માત્ર એક શખ્સનો ચહેરો ખુલ્લો છે જ્યારે બાકી તમામના ચહેરા ઢંકાયેલા છે. જોકે આ તસવીરની સત્યતા હજુ સ્થાપિત થઇ નથી.
આ પહેલા આતંકવાદી સંગઠન ISએ શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ પણ વધી રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KYBFLR
via Latest Gujarati News
0 Comments