નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ વિરુદ્ધ લાગેલા યૌન ઉત્પીડનના આરોપોની આંતરિક તપાસ માટે સુપ્રીમ કોર્ટે સીનિયર મોસ્ટ જજ જસ્ટીસ એસ.એ. બોબડેને નિયુક્ત કર્યાં છે. વરિષ્ઠતાના ક્રમમાં જસ્ટીસ બોબડેનો ક્મ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ બાદ આવે છે.
આ વાતને પુષ્ટિ આપતા જસ્ટીસ બોબડેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નંબર 2 જજ હોવાના નાતે સીજેઆઇએ તેમને સુપ્રીમ કોર્ટની એક ભૂતપૂર્વ મહિલા કર્મચારી દ્વારા તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે નિયુક્ત કર્યાં છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના બે અન્ય જજ જસ્ટીસ એન.વી. રમન અને જસ્ટીસ ઇન્દિરા બેનરજીને સામેલ કરીને તેમણે એક સમિતિ ગઠિત કરી છે.
આ મામલાની પહેલી સુનાવણી શુક્રવારે થશે અને સુપ્રીમ કોર્ટના મહાસચિવને તમામ દસ્તાવેજો અને સામગ્રી સાથે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZwfP5C
via Latest Gujarati News
0 Comments