
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ 'ઈન્શા અલ્લાહ' હાલ ચર્ચામાં છે. આફિલ્મના મુખ્ય કલાકારો સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડીના વયનો તફાવત ચર્ચાને પાત્ર બન્યો છે લોકોમાં એક જ કુતુહલ છે કે આ જોડીને રૂપેરી પદડે રોમાન્સ કરતા વિચારી કેવીરીતે શકાય.
તો સામે દલીલ છે કે આ ફિલ્મની વાર્તાજ એવી છે કે, જેમાં વયનો વધુ તફાવતક હોયએ જ સ્ટારકાસ્ટ લેવી જરૂરી હતી. સૂત્રે જણાવ્યું છે કે, 'ઈન્શા અલ્લાહ' ફિલ્મની વાર્તામાં સલમાન-આલિયાની ઉેમરના તફાવતને જસ્ટિફાઈડ કરવામાં આવશે.
એક રિપોર્ટ પ્રમાણે, આલિયા અને સલમાનની વયના તફાવત ફિલ્મની વાર્તાનુંહાર્દ છે ફિલ્મમાં સલમાન એક મધ્યમ વયના બિઝનેસમેનનું પાત્ર નિભાવશે. સલામનનું પાત્ર ૧૯૯૭માં આવેલી તેની ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'માં હતું તેવું જ હોેવાની વાત છે.
આલિયા-સલમાન વચ્ચે ૨૭ વરસનો તફાવત છે. આવી જોડી પર અનેક પ્રશ્નોે થઈ રહ્યા છે. આલિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,'' ભણશાળી એક વિઝનરી ડાયરેકટર છે. લોકો વગર વિચાર્યે બોલતા હોય છે. ભણશાલી ફિલ્મમાં 'કજોડી જોડી' પણ સમજી વિચારીને કાસ્ટ કરી હશે. હું સલમાન ખાન સાથે કામ કરવા ઉત્સાહિત છું. મેં પણકદી નહોતું વિચાર્યું કે મારી અને સલમાનની ફિલ્મમાં 'કજોડી જોડી' બનશે.
જ્યારે સલમાને આ મુદ્દે કહ્યું હતું કે, ''મને આશા છે આ એક દિલચસ્પ સફર બનવા જઈ રહી છે. હું આ પ્રોજેકટનો હિસ્સો બનીને ખુશ છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IygWME
via Latest Gujarati News
0 Comments