મણિરત્નમની ફિલ્મમાં ઐશ્ચર્યા રાય બચ્ચનના પતિનું પાત્ર 'કટ્ટપ્પા' સત્યરાજ ભજવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

મણિરત્નમની આગામી ફિલ્મમાં ઐશ્ચર્યા રાય કામ કરવાની છે તેવી  ચર્ચા હાલ થઈ રહી છે. આ ફિલ્મમાં ઐશ્ચર્યા દક્ષિણના જાણીતા એક્ટર સત્યરાજ સાથે જોડી જમાવશે. સત્યરાજે   'બાહુબલી' ફિલ્મમાં કટપ્પાનું પાત્ર ભજવીએ લોકપ્રિયતા  મળવી હતી.  હવે કટ્ટપ્પાને વધુ એક સારી  ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે ઐશ્ચર્યાના પતિના પાત્રમાં  જોવામળે તેવી વાત છે.

મીડિયાને મળેલી જાણકારી  અનુસાર, સત્યરાજની મણિરત્નમની ફિલ્મ  'પોન્નિી સેલ્વમ'માં એન્ટ્રી   થઈ ગઈછે આ એ જ ફિલ્મ છે જેમાં  ઐશ્ચર્યા રાય બચ્ચન કામ કરવાની છે. આ ફિલ્મમાં મણિરત્નમ અમિતાભ બચ્ચનને પણ લેવાનો વિચાર કરી રહ્યો છે. જોકે  હજી આ અંગે કોઈ નિર્ણય લેવાયો  નથી. પરંતુજો આમ થશે તો, ઐશ્ચર્યા-અમિતાભ પુત્રવધૂ-સસરા રૂપેરી પડદે ફરી સાથે જોવા મળશે. 

મણિરત્નમે આ ફિલ્મ માટે ઐશ્ચર્યા અને અમિતાભ બન્નેનો સંપર્ક કર્યો છે.  ઐશ્ચર્યાએ આ ફિલ્મમાં  કામ કરવાની તૈયારી  દર્શાવી છે. જ્યારે  અમિતાભ પોતાની વ્યસ્તતાને  કારણે  નિર્ણય લઈ શક્યા નથી. 

બોલીવૂડમાં ચર્ચા એવી પણ છે  કે, મણિરત્નમને બચ્ચન પરિવાર સાથે સારા સંબંધ હોવાથી  અમિતાભ આ ફિલ્મની તારીખો સાથે મેળ કરવાનો પ્રયાસ કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PoyBHh
via Latest Gujarati News

Post a Comment

0 Comments