માયાવતી આંબેડકરનું અપમાન કરનારા માટે મત માગે છે : યોગી


(પીટીઆઇ) બિજનોર(યુપી), તા.20 એપ્રિલ, 2019, શનિવાર

ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બસપા વડા માયાવતી પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ બાબાસાહેબ આંબેડકરની અવમાનના કરનારાઓ માટે મથ માગી રહ્યાં છે.

''તમે જોઇ શકો છો કે રાજકારણ કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે. માયાવતી આજે એમનો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે કે જેમણે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યં છે. ભારત માટે માન નહિ ધરાવનારાઓ મતને લાયક નથી, એમ મુખ્ય પ્રધાને આજે અત્રે એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન, સમાજવાદી પક્ષના લોક સભા ઉમેદવાર આઝમ ખાનના પ્રચાર માટે રામપુર ખાતે યોજાયેલી મહાગઠબંધનની સંયુક્ત ચૂંટણી રેલીને માયાવતીએ કરેલા સંબોધનના સંદર્ભમાં વાત કરી રહ્યા હતાં. આદિત્યનાથે કહ્યું કે યુ.પી.માં અગાઉ શાસન કરી ગયેલી સપા અને બસપા સરકારોએ ગરીબોને ઘર આપ્યા નથી. આ માટે એમણે ભંડોળના અછતનું બહાનું આગળ ધર્યું હતું.

ખેડૂતોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ભૂખમરો ડોકાઇ રહ્યો હતો અને બધા નાણાં ભ્રષ્ટાચારમાં તણાઇ જઇ રહ્યા હતાં, એમ યોગીએ ઉમેર્યું.

એમણે પોતાની રાજ્ય સરકારના કામનો હિસાબ આપતા કહ્યું કે મોદીજીએ વિકાસ કામોના આરંભે એના લાભાર્થીઓના નાત, ધર્મ જોયા નથી. એમણે ફક્ત 'સબકા સાથ, સબકા વિકાસ'ના ધ્યાયને પાર પાડવા માટે જ કાર્ય કર્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ILSwPd
via Latest Gujarati News

Post a Comment

0 Comments