રાહુલની નાગરિકતા પર ફરી પ્રશ્રો ઉઠાવાયા, ચૂંટણી પંચે 22 એપ્રિલ સુધી જવાબ માગ્યો


(પીટીઆઇ) અમેઠી/નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર 

એક અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની અમેઠીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો છે. આ ઉમેદવારે દાવો કર્યો છે કે રાહુલે ચૂંટણી પંચને રજૂ કરેલા એફિડેવિટમાં તેમના નાગરિકતા અને શૈક્ષણિક લાયાકાત અંગે વિસંગતતા જોવા મળી રહી છે. 

આ ફરિયાદને પગલે ભાજપે દિલ્હીમાં માગ કરી છે કોંગ્રેસ પ્રમુખ આ અંગે સ્પષ્ટતા કરે. ફરિયાદી ધુ્રવ લાલના વકીલ રવિ પ્રકાશે પત્રકારોને બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપનીના એક સર્ટિફિકેટની કોપીઓ દર્શાવી હતી જેમાં રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે. 

અમેઠીના રિટર્નિગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના વકીલે આ ફરિયાદ અંગે જવાબ આપવા માટે સમય માંગ્યો છે. જેના પગલે રાહુલને સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

રવિ પ્રકાશે વધુમાં જણાવ્યું છે કે આ બ્રિટિશ કંપનીએ થોડાક વર્ષો ચાલુ રહી હતી અને તેણે થોડો નફો પણ કર્યો હતો પણ રાહુલે એફિડેવિટમાં આ અંગેની વિગતો દર્શાવી નથી. 

રવિ પ્રકાશના જણાવ્યા અનુસાર તેમણે રાહુલની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવાની માગ કરી છે. જો રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હોય તો તે લોકસભા ચૂંટણી લડી શકે નહીં. 

અમેઠી જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે સોમવારે આ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવશે. 

આ ફરિયાદના સંદર્ભમાં ભાજપ પ્રવક્તાએ જણાવ્યું છે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન રાહુલે ચૂંટણી પંચને રજૂ કરેલા એફિડેવિટમાં અનેક વિસંગતાઓ જોવા મળી રહી છે. 

કોંગ્રેસ પ્રમુખે અગાઉ જણાવ્યું હતું કે તેમણે ક્રેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડેવલોપમેન્ટ ઇકોનોમિક્સાં એમફીલ કર્યુ છે. જો કે પછી રાહુલે દાવો કર્યો હતો કે તેમણે ડેવલોપમેન્ટ સ્ટડીઝમાં એમફીલ કર્યુ છે.  ભાજપ પ્રવક્તાએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે જે તે વર્ષમાં રાહુલ ગાંધીએ નહીં પણ રાહુલ વિન્સીએ ડિગ્રી મળી હતી. અમે જાણવા માગીએ છીએ કે શું રાહુલ ગાંધીના બીજા દેશોમાં અલગ નામ ચાલે છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની જેમ રાહુલની શૈક્ષણિક લાયકાત પણ દર પાંચ વર્ષે બદલાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GygpIu
via Latest Gujarati News

Post a Comment

0 Comments