
યાંગોન, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
ઉત્તરીય મ્યાંમારમાં છીછરી (ગેર કાયદે)ખાણમાં સુઇ રહેલા ૫૦ કરતાં વધુ ખાણીયાઓ માર્યા ગયા હતા, એમ સ્થાનિક પોલીસે કહ્યું હતું. અત્યંત જોખમી ગણાતા ખાણ ઉદ્યોગમાં આવી ઘાતક ઘટનાઓ બનતી રહેતી હોય છે, એમ પોલીસે કહ્યું હતું.ચીનની સરહદે આવી અનેક ગેરકાયદે અને માફિયાઓની માલીકીની ખાણમાં દર વર્ષે સેંકડો લોકો માર્યા જતા હોય છે.
સ્થાનિક પોલીસે કચીન રાજ્યની સોમવારની આ ઘટનાને વિચિત્ર ગણાવી હતી. આ ઘટના એટલી મોટી હતી કે તેના કારણે કાદવ અને કિચડનું તળાવ બની ગયું હતું.
'કાદવમાં આશરે ૫૪ લોકો ખુંપી ગયા હતા. બે મૃતદેહને બહાર કઢાયા હતા'એમ હપકાંત ટાઉનના પોલીસ અધિકારીએ કહ્યું હતું. કાદવમાંથી તેઓ બચ્યા હોય તેની શક્યતા ઓછી છે, એમ તેમણે ઉમેર્યું હતું.માહિતી ખાતાએ કહ્યું હતું કે સોમવારની ઘટનામાં અનેક લોકો લાપતા બની ગયા હતા. આ ખાણની માલીકી મ્યાંમાર થુરા જેમ્સ અને શ્વે નગર કોંગની છે. સ્થાનિક માધ્યમોએ ખાણના ફોટા આપ્યા હતા જેમાં ખાણની દિવાલ પડી ગયેલી દેખાઇ હતી.
આ વિસ્તારમાં ઘાતક ભૂસ્ખલન સામાન્ય બાબત છે જેમાં વંશિય સમુદાયો કચરો વિણવા આવે છે અને તેના ભોગ બને છે.નવેમ્બર ૨૦૧૫માં પણ એક મોટી ભૂસ્ખલનની ઘટના બની હતી.આવી ખાણો મોટા ભાગે પાડોશી ચીનમાંથી વધતી જતી માગના કારણે ખોદવામાં આવે છે અને લાલચુઓ તેના ભોગ બને છે. ગ્લોબલ વિટનેસ નામની વોચડોગના અંદાજ મુજબ ૨૦૧૪માં આવી ખાણનો વેપાર ૩૧ અબજ ડોલરનો હતો.
ગેરકાયદે ખોદવામાં આવતી ખાણના કારણે માફિયા રાજ ઊભું થયું છે અને કેટલાક લોકોના ભોગ લેવાય છે. આવી ખાણ પર કબજો મેળવવા અને તેની આવકની વહેંચણી કરવામાં પણ મોટા ઝગડા થાય છે.દાયકાઓથી અહીં વંશિય કચિન બળવાખોરો અને સેના વચ્ચે અવારનવાર અથડામણ થાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W8Dmrj
via Latest Gujarati News
0 Comments