(પીટીઆઇ) નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

ICICI બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને બેંક સાથે છેતરપીંડી અને મની લોન્ડરિંગ સબંધીત કેસમાં ઇડીએ સમન્સ પાઠવ્યા હતા. બેંક સાથે છેતરપીંડી અને મની લોન્ડરિંગ કેસમાં તેમને આવતા સપ્તાહે ઇડીની ઓફિસે હાજર થવું પડશે.

 ચંદા કોચરને  ત્રીજી મે અને તેમના પતિ તેમજ દેવર રાજીવ કોચરને ૩૦ એપ્રિલે કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થઇ તેમના નિવેદન આપવા પડશે. ગયા સપ્તાહે જ તેમને સમન્સ મોકલી આપવામાં આવ્યા હતા, એમ એજન્સીએ કહ્યું હતું.

તપાસને આગળ વધારવા માટે તમામે તપાસ અધિકારીને સહયોગ આપવો પડશે, એમ કહીને અધિકારીએ કહ્યું હતું કે  ત્રણેને તેમની સાથે તેમના અંગત અને સત્તાવાર આવકના સ્ત્રોત તેમજ દસ્તાવેજ સાથે લાવવા કહેવામાં આવયું હતું.પહેલી માર્ચે કેસમાં કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડયા પછી મુંબઇ ખાતેની ઇડીની ઓફિસે  પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

 ચંદા કોચર, તેમના પરિવાર અને વિડીયોકોનના વેણુગોપાલ ધુતના મુંબઇ અને  ઓરંગાબાદ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.  ICICI બેંક દ્વારા વિડીયોકોન કોર્પોરેટ હાઉસને રૃપિયા ૧૮૭૫ કરોડની લોનને મંજૂરી આપવામાં ભ્રષ્ટ પ્રકેટીસ અને અનિયમીતતાની તપાસ કરવા ઇડીએ મની લોન્ડરિંગ અટકાયત ધારા હેઠળ ચંદા કોચર, તેમના પતિ, વિડીયોકોનના વેણુ ગોપાલ ધુત અને અન્ય સામે ગુનાઇત કેસ કર્યો હતો. સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરના આધારે ઇડીએ કાર્યવાહી કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IOKgxS
via Latest Gujarati News