અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા : પંજાબના ગુરદાસપુરથી લડશે


(પીટીઆઇ) નવીદિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

અભિનેતા સની દેઓલ, ભાજપ અધ્યક્ષ અમિત શાહને પૂણે હવાઇમથકે મળ્યા એના દિવસો પછી સની આજે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને રેલવે પ્રધાન પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

''મારા પિતા ધર્મેન્દ્ર જે રીતે અટલજી સાથે સંકળાયેલા હતા, એ જ રીતે આજે હું મોદી સાહેબ સાથે જોડાઇ રહ્યો છું. આ પરિવાર (ભાજપ) માટે હું જે કંઇ થઇ શકશે તે બધું કરીશ હું ખાસ બોલીશ નહિં... હું મારાં કામને બોલવા દઇશ..'' એમ દેઓલે અત્રે ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું.

પક્ષ, ''ઘાયલ'' અન ''દામિની'' જેવી ફિલ્મોના આ અભિનેતાને ગુરદાસપુરથી લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે કિરણ ખેરને ચંડિગઢથી ટિકિટ અપાઇ છે. પંજાબની ગુરદાસપુર બેઠક પરથી અગાઉ ભાજપના સદગત અભિનેતા વિનોદ ખન્ના ચૂંટાઇ આવ્યા હતા.

સીતારામણે જણાવ્યું કે અમને તેવી ખબર પડી કે સની દેઓલ પક્ષમાં જોડાઇ રહ્યા છે. ત્યારે એમણે કરેલી ફિલ્મ ''બોર્ડર'' યાદ આવી.. આ ફિલ્મે ભારતીય પ્રેક્ષકો પર કરેલી જબ્બર અસર, એક સિધ્ધ થયેલી હકીકત બની રહી છે. ફિલ્મે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમની લાગણીનું સર્જન કર્યું હતું. પ્રત્યેક ભારતીયના અંતરમનને એ સ્પર્શી ગયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vk6DDm
via Latest Gujarati News

Post a Comment

0 Comments