અમિતાભ બચ્ચને રાતે જુહુના ક્લિનકની અચાનક મુલાકાત લીધી



મુંબઇ,તા,23 એપ્રિલ 2019, મંગળવાર

અમિતાભ બચ્ચન હાલમાં મુંબઇના જુહુ વિસ્તારના એક ક્લિનિકમાં રાતના જોવા મળ્યા હતા. તેમણે  'નેક બેન્ડ ' બાંધ્યો હતો. સોશિયલ મીડિયા પર ફરી રહેલી તેમની તસવીરમાં તેઓ થાકેલા જણાતા હતા. 

૭૬ વર્ષીય અમિતાભ જુહુના એક કિલિનિકમાં આંખની તપાસ કરાવવા ગયા હોવાનું જાણવા મળ્યું  છે.  જોકે આ વાતને સત્તાવાર સમર્થમ મળ્યુ નથી. તસવીરકારોએ તેમને જોતાં જ તેમની તસવીરો ફટાફટ ઝડપી હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. જેમાં તેમણે નેકબેન્ડ બાંધ્યો છે. 

અમિતાભ ૭૬ વરસની વયે પણ યુવાનોને શરમાવે તેટલું કામ કરી રહ્યા છે. એક પછી એક ફિલ્મો સાઇન કરવા ઉપરાંત તે અગણિત વિજ્ઞાાપનોમાં કામ કરે છે. અમિતાભ જરૂરિયાતમંદોને  તેમજ ખેડૂતો અને શહીદોના પરિવારોને આર્થિક સહાય કરવાનું ફમ ચૂકતા નથી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQ8ZSx
via Latest Gujarati News

Post a Comment

0 Comments