સલમાન ખાનની ફિલ્મની 16 વરસ બાદ સિકવલ બનશે



મુંબઇ,તા,23 એપ્રિલ 2019, મંગળવાર

સલમાન ખાનની ફિલ્મ એકશનથી ભરપુર જોવા મળે છે. પરંતુ ભૂતકાળમાં સલમાન રોમેન્ટિક હીરો તરીકે જાણીતો હતો. ૨૦૦૩માં આવેલી ફિલ્મ 'તેરે નામ' ફિલ્મથી સલમાનની કારકિર્દીને વેગ મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પઝેસિવ લવરની ભૂમિકા ભજવી હતી, જે દર્શકાને પ્રભાવિત કરી ગઇ હતી. એટલું જ નહીં આ ફિલ્મના પાત્રની તેની હેરસ્ટાઇલ પણ બહુ ફેમસ થઇ હતી. ત્યારે તેના ચાહકો તેના જેવી જ હેરસ્ટાઇલ રાખતા હતા.

હવે ૧૬ વરસ બાદ સતીશ કોશિકે આ ફિલ્મની સિકવલ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. સતીશ કૌશિકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ કે, '' હું ફિલ્મ તેરે નામ'નો બીજો ભાગ બનાવાની તૈયારી કરી રહ્યો છું. આ એક લવસ્ટોરી હશે. આનાથી વધારે હાલ હું કાંઇ જણાવી શકું એમ નથી.''જોકે રિપોર્ટના અનુસાર આ ફિલ્મનું શૂટિંગ આ જ વરસે થાય તેવી શક્યતા નથી.  આ ફિલ્મના પાત્રો મૂળ ફિલ્મ જેવા જ હશે કે તે નહીં તે બાબતે કોઇ સ્પષ્ટતા થઇ નથી.

તેમજ આ ફિલ્મમા સલમાન હશે કે પછી નવોદિતોને લેવામાં આવશે તે અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી. સતીશ કૌશિકે અને સલમાને હાલ જ ફિલ્મ 'ભારત'માં સાથે કામ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ISn8P5
via Latest Gujarati News

Post a Comment

0 Comments