ભાજપના પ્રિતમ મુંડેનો સૌથી વધુ 696321 મતથી જીતનો રેકોર્ડ



મુંબઇ,તા,23 એપ્રિલ 2019, મંગળવાર

મહારાષ્ટ્ની બીડ લોકસભા બેઠક પર ગોપીનાથ મુંડેની પુત્રી પ્રિતમ મુંડે સૌથી વધુ ૬૯૬૩૨૧ મતોથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતના ચૂંટણી ઇતિહાસમાં આ ઘટના ૨૦૧૪માં બની હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એનડીએની સરકાર સત્તામાં આવી ત્યારે ગોપીનાથ મુંડેનો કેબિનેટ મિનિસ્ટર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.મિનિસ્ટર બન્યાના ૯ માં દિવસે ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં મુત્યુ થતા પેટા ચૂંટણીમાં તેમની પુત્રી પ્રિતમ મુંડે ભાજપના ઉમેદવાર બન્યા હતા.  

પ્રિતમ મુંડે  આ પ્રથમવાર આ બેઠક પરથી પિતાના અવસાનના પગલે ચૂંટણી મેદાનમાં હતા.બીડ બેઠકના ઇતિહાસ પર દ્રષ્ટીપાત કરીએ તો ૨૦૦૯માં ગોપીનાથ મુંડેએ  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રમેશ બાબુરાવ કોકાટેને ૧૪૦૯૫૨ મતોથી હરાવ્યા હતા. છેલ્લે ૨૦૧૪ના લોકસભા ઇલેકશનમાં ગોપીનાથ મુંડેએ કુલ ૬૩૫૯૯૫ મેળવીને એનસીપીના સુરેશ રામચંદ્રદાસને (કુલ મત ૪૯૯૫૪૧) ૧૩૬૪૫૪ મતોથી પરાજય આપ્યો હતો.

આમ ગોપીનાથ મુંડે બીડ લોકસભા બેઠક સતત બે વાર જીત્યા હતા.  ગોપીનાથ મુંડેના મુત્યુ પછી તેમની પુત્રી પ્રતિમ મુંડેને સહાનુભૂતિનો લાભ મળતા કુલ ૯૨૨૪૧૬ મતોે મળ્યા હતા. જયારે કોંગ્રેસ પક્ષના તેમના નજીકના હરિફ ઉમેદવાર અશોક શંકરરાવ પાટિલને માત્ર ૨૨૬૦૯૫ મત મળ્યા હતા. 

૨૦૦૯ અને ૨૦૧૪માં ગોપીનાથ મુંડે એ બીડ લોકસભા જીતી હતી 
૧૯૫૨માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટે જીતી હતી.૧૯૫૭ અને ૧૯૬૨ના ઇલેકશનમાં કોંગ્રેસ જયારે ૧૯૭૧ અને ૧૯૭૭માં સીપીઆઇના ઉમેદવારે જીત મેળવી હતી.૧૯૮૦ અને ૧૯૮૪માં કોંગ્રેસ જયારે ૧૯૮૯માં કોંગ્રેસ વિરોધી બ્યુગલ ફૂંકનારા વીપીસિંહના જનતાદળ પક્ષે જીતી હતી.૧૯૯૬ના લોકસભા ઇલેકશનમાં  રજની પાટિલે પ્રથમ વાર આ બેઠક પર ભાજપને જીત અપાવી હતી.

૧૯૯૮ અને ૧૯૯૯માં ભાજપના જયસિંહરાવ પાટિલે લાગલગાટ બે વાર સાંસદ બન્યા હતા. જયસિંહરાવનો  બીડ બેઠકના મતદારોમાં એટલા લોકપ્રિય હતા કે તેમણે ૨૦૦૪માં ભાજપ છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી ઉમેદવારી નોંધાવીને જીત મેળવી હતી. ત્યાર પછી ૨૦૦૯ અને ૨૦૧૪માં મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા તરીકે ઉભરી આવેલા ગોપીનાથ મુંડે સાંસદ બન્યા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DuzpG6
via Latest Gujarati News

Post a Comment

0 Comments