
નવી દિલ્હી તા.20 એપ્રિલ 2019 શનિવાર
ઉત્તર પ્રદેશમાં ભાજપને જોરદાર લડત આપવા સપા-બસપાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે અમેઠી અને રાયબરેલીમાં કોઇ ઉમેદવાર ઊભો રાખ્યો નથી. એવી ફેવર આ બંને પક્ષો પ્રિયંકા વાડ્રાને આપશે કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રિયંકા ગાંધી-વાડ્રા વારાણસી બેઠક પરથી સંસદીય ચૂંટણી લડશે એવી વાતો છેલ્લા થોડા દિવસથી વહેતી થઇ હતી.
વારાણસીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે હજુ વારાણસીમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થશે.
વારાણસી બેઠક પર બરાબર એક મહિના પછી એટલે કે મતદાનના અંતિમ ચરણમાં 19મી મેએ મતદાન થવાનું છે. ઉમેદવારી કર્યા બાદ નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ બીજી મે છે. આમ જોઇએ તો હવે બહુ સમય રહ્યો નથી પરંતુ હજુ સપા બસપા તરફથી વારાણસી બેઠક બાબતે કોઇ ખુલાસો આવ્યો નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DozlaK
via Latest Gujarati News
0 Comments