નવી દિલ્હી, તા. 20.એપ્રિલ 2019 શનિવાર
મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી કોંગ્રેસને ભારે પડી જશે તેવુ પીએમ નરેન્દ્ર મોદીનુ કહેવુ છે.
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિશાન બનાવતા કહયુ હતુ કે, કોંગ્રેસના રાયબરેલી અને અમેઠીના ઉમેદવારો જામીન પર છે અને ચૂંટણી લડી રહયા છે તેની ચર્ચા નથી પણ ભોપાલની ભાજપની ઉમેદવાર જામીન પર હોય તો કોંગ્રેસીઓ તોફાન મચાવે છે.આવુ નહી ચાલે.આ તમામનો જવાબ સાધ્વી પ્રજ્ઞા છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ આ વાત કરતા કહ્યુ હતુ કે, સમજૌતા એક્સપ્રેસનો ચુકાદો આવી ગયો છે.શું નિકળ્યુ?5000 વર્ષથી જે મહાન પરંપરા અને સંસ્કૃતિએ આખી દુનિયા એક છે નો સંદેશો આપ્યો તે હિન્દુ સંસ્કૃતિને કોંગ્રેસે વગર કોઈ પૂરાવાએ આતંકવાદી જાહેર કરી દીધી.
પીએમ મોદીએ રાજીવ ગાંધી અંગે પણ કહ્યુ હતુ કે, 1984માં રાજીવ ગાંધીએ ઈંદિરા ગાંધીની હત્યા થઈ ત્યારે કહ્યુ હતુ કે, કોઈ મોટુ વૃક્ષ પડે તો ધરતી હાલતી હોય છે.એ પછી હજારો શીખોની કત્લેઆમ કરાઈ હતી.આ આતંકવાદ નહોતો?આમ છતા તેમને પીએમ બનાવાયા.આ બાબતે ક્યારેય દેશના મીડિયાએ સવાલ નથી પૂછ્યો.જેમણે શીખોને સળગાવ્યા તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા, કમલનાથને તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ અપાયુ છે.તેમને કોઈએ સવાલ કેમ નથી પૂછ્યો?
પીએમે કહ્યુ હતુ કે, જે લોકોને કોર્ટે સજા આપી છે તેમને ગળે લગાડનારા લોકોને સિધ્ધાંતની વાતો કરવાનો હક નથી.એ મહિલા અને તે સાધ્વી કે જેમના પર અત્યાચાર ગુજારાયો હતો, અને હું તો ગુજરાતમાંથી આવુ છું, કોંગ્રેસને હુ બરાબર ઓળખુ છું.કોંગ્રેસીઓ ફિલ્મની જેમ પહેલા સ્ક્રિપ્ટ લખીને પછી તેને અંજામ આપતા હોય છે.ગુજરાતમાં જેટલા એન્કાઉન્ટર થયા તેની પાછળ કોગ્રેસે કરેલી કાગારોળ પણ સ્ક્રિપ્ટેડ જ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VT94bz
via Latest Gujarati News
0 Comments