
વોશિંગ્ટન, 31 માર્ચ, 2020, મંગળવાર
કોરોના વાયરસ સંક્રમણથી થતી બીમારીને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. આ વાયરસે 2020નું નવું વર્ષ શરુ થવાની સાથે જ ચીનમાં આતંક મચાવ્યો હતો, ચીનનું આર્થિક પાટનગર વુહાનને કોરાના વાયરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. આજે વિશ્વનો એક પણ દેશ કોરોના વાયરસના સંક્રમણથી બાકાત નથી. ગ્રીનલેન્ડ જેવા બરફાચ્છાદિત વિશાળ પરંતુ માત્ર 55 હજારની વસ્તી ધરાવતો દેશ પણ બાકાત નથી.
દુનિયામાં આઠમો ખંડ અને આઇસોલેટેડ ગણાતા માડાગાસ્કરમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. કોરોના ફેમિલીનો આ નવો વાયરસ અજાણ્યો અને બે વાયરસમાંથી તૈયાર થયેલો કાયમેરા વાયરસ હોવાથી તેની દવા કે રસી પણ શોધાઇ નથી આથી કોરોના વાયરસથી લોકો ડરી રહયા છે. બીજું કે તેનું સંક્મણ એટલું ઘાતક છે કે તે તરત જ સંક્રમણ ફેલાવી શકે છે.

આવી સ્થિતિમાં કોરાના વાયરસ સામે લડવા માટે વિવિધ પ્રકારના નૂસખાઓ અને ઔષધોનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટી નિકળ્યો છે. જેમાં રોગ પ્રતિકારકશકિત વધારવા ઉપરાંત વારંવાર પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. એવી પોસ્ટ ધણા સમયથી વાયરલ થઇ છે જેમાં દર 15 મીનિટે એક વાર પાણી પીવાથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવો દાવો કરવામાં આવે છે, પાણી પીવા માટે તર્ક આપવામાં આવ્યો છે કે પાણી પીવાથી ગળું સાફ થાય છે અને સંક્રમણ પેટમાં જતું રહે છે. પેટમાં એચસીએલ જેવા એસિડ પ્રકારના પાચકરસો હોવાથી વાયરસ મરી જાય છે.

આ માટે જાપાન સરકારે નાગરિકોને કોરોનાથી બચવા પાણી પીતા રહેવાની સલાહ આપી હોવાનું ઉદાહરણ ટાંકવામાં આવે છે. કોરોના પહેલા ગળામાં થાય છે અને પછી તે ફેફસા સુધી પહોંચે છે આથી ગળામાંથી અટકાવવાનો રસ્તો પાણી પીતા રહેવાનો છે. કેટલાક તો સવારમાં હુંફાળું પાણી પીવાથી માંડીને મીઠાના કોગળા કરવાની સલાહ પણ આપે છે. કોરોના વાયરસ 100 ટકા દવાથી મટી શકે એવી સારવાર ઉપલબ્ધ ન હોવાથી વૈકલ્પિક ઉપાયો પણ કોઇ જ નિયંત્રણ રહેતું નથી. હમણાં વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO) એ દર 15 મીનિટ પાણી પીવા અંગે સ્પષ્ટતા કરી છે.
એએફપીના અહેવાલ અનુસાર WHO એ પાણી પીવાથી વાયરસ સંક્રમણ ના થતું હોવાની વાતને ફગાવી દીધી છે. પાણી પીવાથી વાયરસ ખતમ થાય છે એ નૂસખો ભ્રમિત કરનારો છે. પાણી પીવાથી હાઇડ્રેટ રહે છે જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ તેને કોરાના સાથે કોઇ સંબંધ નથી. સૌથી શ્રેષ્ઠ ઉપાય સોશિયલ ડિસ્ટેન્સ રાખવાનું અને કોરોના વાયરસ સંક્મણથી બચવા વારંવાર હાથ ધોવા અને ઉપયોગી વસ્તુઓ સાફ રાખવાનો છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wTqOMK
via Latest Gujarati News
0 Comments