ઈમરાન ખાને પીએમ મોદી પર સાધ્યુ નિશાન, આ લોકડાઉન સફળ નહીં થાય

નવી દિલ્હી, 31 માર્ચ 2020 મંગળવાર

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સોમવારે ફરી એક વખત દેશવ્યાપી લોકાડઉનની મનાઈ કરતા કહ્યુ હતુ કે, આ સફળ નહી હે. તેમણે આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે લગાવવામા આવેલ લોકડાઉનને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતું.

તેમણે કહ્યુ હતુ કે, પીએમમોદીને પોતાના આ નિર્ણયને લઈને જનત પાસે માફી માગવી પડી છે. ઈમરાને આ વાત આજે દેશને કરેલા પોતાના સંબોધન દરમિયાન કહી હતી.

પીએમ મોદીને લોકડાઉન માટે માફી માગી

ડોનની રિપોર્ટ પ્રમાણે, ઈમરાન ખાને કહ્યુ કે, જો આપણે દેશના લોકોને ભોજન ઉપલબ્ધ ન કરાવી શકીએ તો, આ લોકડાઉન સફળ ન થઈ શકે. ભારતને જ જોવો જ્યાં લોકડાઉન લગાવવા માટે આજે પણ પીએમને માફી માગવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ‘મન કી બાત’ માં પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, લોકડાઉનના કારણે લોકોને જે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે, તેથી હુ માફી માગુ છુ. જોકે, પીએમ મોદીએ તેમ પણ કહ્યુ હતુ કે, કોરોના મહામારીને રોકવા માટે લોકડાઉન લગાવવું ખૂબ જ આવશ્યક હતું.

ઈમરાન ખાને ચીનના કર્યા વખાણ

બીજી તરફ ઈમરાન ખાન કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડની જાહેરાત કરી અને દેશવાસિઓ પાસે દાનની અપીલ પણ કરી હતી. તેમે કહ્યુ હતુ કે, Covid-19 સામેની લડાઈમાં પાકિસ્તાન પાસે 2 જ મજબૂતી છે- વિશ્વાસ અને યુવા.

વધુમાં ઈમરાને કહ્યુ કે, દરેક દેશ પોતાની ક્ષમતા પ્રમાણે, કોરોના વિરુદ્ધ પોતાની લડાઈ લડી રહ્યુ છે. ઓલ વેદર ફ્રેન્ડ ચીનના વખાણ કરતા તેમણે કહ્યુ હતુ કે, કોરોનાની લડાઈમાં જે દેશ સૌથી વધારે સફળ રહ્યો છે તે ચીન છે. ઈમરાને કહ્યુ કે, કોરોનાના કેન્દ્ર વુહાનમાં લોકડાઉનના કારણે વાયરસને રોકવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33XDWwF
via Latest Gujarati News

Post a Comment

0 Comments