ભારત અને ચીન સિવાય દુનિયાભરનું અર્થતંત્ર મંદીમાં ધકેલાશે: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી, 31 માર્ચ 2020 મંગળવાર

સંયુક્ત રાષ્ટ્રની તાજેતરની રિપોર્ટ મુજબ કોરોના વાયરસ રોગચાળાનાં પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા આ વર્ષે મંદીની અસર જોવા મળશે, જ્યારે ભારત અને ચીન તેમાં અપવાદ હોઇ શકે છે, રિપોર્ટમાં મુજબ આ દરમિયાન ખરબો ડોલરનું નુકસાન થશે, અને વિકાસશીસ દેશો માટે મોટું સંકટ સર્જાશે. 

2500 અબજ ડોલરનાં પેકેજની ભલામણ

રિપોર્ટમાં જોકે  એ બાબતને સવિસ્તારથી સમજાવવામાં આવી નથી  કે ભારત અને ચીન અપવાદ કેમ અને કેવી રીતે હશે, સંયુંક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે કોવિડ-19 સંકટનાં પગલે વિકાસશીલ દેશોમાં રહી રહેલા લગભગ બે તૃતિયાંશ લોકો અભુતપુર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેની સાથે જ આ દેશોની મદદ માટે 2500 અબજ ડોલરનાં રાહત પેકેજની ભલામણ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ દુનિયાની બે-તૃતિયાંસ વસ્તી પ્રભાવિત થશે અને આગામી બે વર્ષ દરમિયાન વિકાસશીલ દેશોમાં લગભગ 2 અબજ ડોલરથી 3 અબજ ડોલર જેટલું વિદેશી મુડીરોકાણ પ્રભાવીત થઇ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avwJ9q
via Latest Gujarati News

Post a Comment

0 Comments