નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર

પશ્ચિમ બંગાળના રાયગંજમાં ટીએમસીના હોબાળા બાદ હવે સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની ગાડી પર હુમલો થયો છે. ઈસ્લામપુર વિસ્તારમાં સલીમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. અગાઉ બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓમા હિંસા થઈ હતી.

સીપીએમ ઉમેદવાર અને સાંસદ મોહમ્મદ સલીમનો કાફલો ઈસ્લામપુર વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેમની કાર પર હુમલો કર્યો. કાફલાની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જોકે, મોહમ્મદ સલીમને વાગ્યુ નથી. સેનાની ટીમ પહોંચી ગઈ છે.

ઈસ્લામપુરમાં ચોપડાના દિગિરપર મતદાન કેન્દ્ર પર અજાણ્યા શખ્સો દ્વારા કથિતરીતે મત નાખવાથી રોક્યા બાદ સેનાએ ટીયર ગેસના ગોળા દાગ્યા અને લાઠીચાર્જ કર્યો. અજાણ્યા શખ્સોને ભગાડી દેવાયા અને મતદાન કરવામાં આવી રહ્યુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UsFBnj
via Latest Gujarati News