નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર
2019ના લોકસભા ચૂંટણીના બીજા તબક્કા અનુસાર 18 એપ્રિલે ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયુ છે.
નગીના, અમરોહા, બુલંદશહેર, અલીગઢ, હાથરસ, મથુરા, આગ્રા અને ફતેહપુર સિકરી પર મતદાતાઓમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે શરૂઆતના સમયમાં અમરોહા, આગ્રા, મથુરા અને બુલંદશહેરથી EVMમાં ખરાબીના સમાચાર પણ આવી રહ્યા છે.
આગ્રા જિલ્લાના શમશાબાદના નગલા શાદી ગામમાં બૂથ સંખ્યા 166 પર ગ્રામીણોને મતદાનનો બહિષ્કાર કરી દેવાયો છે. સવારે 9 વાગ્યાથી 13 ટકા મતદાન થયુ છે.
બિઝનોરના નગીનાથ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ધમાપુર વિધાનસભાના ગજુપુરા ગામના ગ્રામીણોનું કહેવુ છે કે પોલિંગ બૂથ 500 મીટર દૂર રસૂલપુર ગામમાં બનાવવામાં આવ્યા છે. મતદાન કેન્દ્ર ગામમાં ન બનાવીને 500 મીટર દૂર બનાવવાથી ગ્રામીણ નારાજ છે અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
આ ગામમાં 600 મતદાતા છે. EVM ખરાબ થવાથી લાંબી લાઈન લાગેલી છે. બૂથ સંખ્યા 54, 196, 204, 45 પર EVM ખરાબ થયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZgmBfv
via Latest Gujarati News
0 Comments