નવી દિલ્હી, તા. 28 મે 2019 મંગળવાર
લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. રાહુલ ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડવા પર અડગ છે તો ત્યાં તેમને મનાવવા માટે પાર્ટી નેતા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
મંગળવાર સવારે પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા નેતા રણદીપ સુરજેવાલા તેમને મળવા પહોંચ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીને કહેવામાં આવ્યુ કે અત્યારે પાર્ટીને નવા વિકલ્પ મળી રહ્યા નથી.
રાહુલને કહેવામાં આવ્યુ કે તમારે પાર્ટીમાં જે પરિવર્તન કરવુ હોય તે કરો, જેમ ઈચ્છો તેમ પાર્ટી ચલાવો. જે બાદ હવે રાહુલ નરમાઈનો સંકેત આપી શકે તેમ છે. કાર્યપ્રણાલીમાં કેટલીક શરતો સાથે રાહુલ અધ્યક્ષ પદ પર રહેશે. વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, પ્રિયંકા ગાંધીની કેટલીક મિટીંગ બાદ આ વાત પર સંમતિ બની છે.
મંગળવારે રાહુલને મળવા તેમના ઘરે પ્રિયંકા ગાંધી, રણદીપ સૂરજેવાલા, સચિન પાયલટ જેવા મોટા નેતા પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલે રાજીનામાની રજૂઆત કરી હતી પરંતુ પાર્ટીએ તેને નકારી દીધી હતી. જોકે તે બાદ રાહુલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MdlCdP
via Latest Gujarati News
0 Comments