
નવી દિલ્હી, 28 મે 2019, મંગળવાર
વોટ્સએપ પર પણ યૂઝર્સને વિજ્ઞાપન જોવા મળશે. વોટ્સએપ તરફથી પણ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. વર્ષ 2020માં વોટ્સએપ સ્ટેટસમાં વિજ્ઞાપન શરૂ થઈ જશે. સ્ટેટસની સ્ટોરીમાં યૂઝર્સને વિજ્ઞાપન જોવા મળશે. ગત ઓક્ટોબર માસથી ચર્ચાઓ હતી કે વોટ્સએપમાં વિજ્ઞાપન શરૂ કરવામાં આવશે.
વોટ્સએપ સ્ટેટમાં યૂઝર્સ ફોટો, વીડિયો, ટેક્સ્ટ અને જીઆઈએફ શેર કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી જોવા મળે છે ત્યારબાદ તે ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. જો કે હાલ વોટ્સએપના બીટા વર્ઝનમાં વિજ્ઞાપન જોવા મળ્યા હતા પરંતુ તે ટેસ્ટિંગ બાદ તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. વોટ્સએપ પર વિજ્ઞાપન ફેસબુકની એડવર્ટાઈઝમેન્ટ સિસ્ટમ અનુસાર જોવા મળશે. તેનાથી મેસેજિંગનો ઉપયોગ કરતા વેપારીઓનો વેપાર વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ ઈંસ્ટાગ્રામમાં ન્યૂઝ ફીડમાં વિજ્ઞાપન જોવા મળે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8voLn
via Latest Gujarati News
0 Comments