લોસ એંજલ્સ તા.28 મે 2019 મંગળવાર
સુપરહિટ ફિલ્મ સિરિઝ ઇન્ડિયાના જોન્સના અભિનેતા હેરીસન ફોર્ડે કહ્યું હતું કે હું હયાત છું ત્યાં સુધી ઇન્ડિયાના જોન્સની કડીઓ આવતી રહેશે. હું નહીં હોઉં ત્યારે ઇન્ડિયાના જોન્સ પણ નહીં હોય.
તાજેતરમાં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે ક્રીસ પ્રાટ આ રોલ કરવાનો છે. એક ટીવી ચેટ શોમાં હાજર રહેલા ફોર્ડે કહ્યું કે એ શક્ય નથી. હું હયાત છું ત્યાં સુધી ઇન્ડિયાના જોન્સ પણ હયાત રહેશે. હું નહીં હોઉં ત્યારે ઇન્ડિયાના જોન્સ પણ નહીં રહે. હું ઇન્ડિયાના જોન્સ છું...
હેરીસન ફોર્ડ હાલ ૭૮ વર્ષના છે પરંતુ એમની ચુસ્તી સ્ફૂર્તિ પચીસ વર્ષના યુવાન જેવી છે.
હસતાં હસતાં કરેલી વાતમાં ફોર્ડે ભૂલથી ક્રીસ પ્રાટને બદલે ક્રીસ પાઇનનુું નામ લીધું હતું અને બોલ્યા હતા આયમ સૉરી ક્રીસ પાઇન. આયમ ઇન્ડિયાના જોન્સ, યુ કેનનોટ બી ઇન્ડિયાના જોન્સ...
મૂળ આ સિરિઝ પેરેમાઉન્ટ પિક્ચર્સ બનાવતી રહી હતી. ૨૦૧૫માં ડિઝનીએ પેરેમાઉન્ટ પાસેથી આ સિરિઝના રાઇટ્સ ખરીદી લીધા હતા. ત્યારથી એવા અહેવાલો પ્રગટ થતા રહ્યા હતા કે ઇન્ડિયાના જોન્સની હવે પછીની કડીમાં ક્રીસ પ્રાટ હીરો હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HZPWTG
via Latest Gujarati News
0 Comments