૨૬ની દૂલ્હનસ, ૬૮નો દૂલ્હો...શાદી હોલિવૂડ સ્ટાઇલ...

લોસ એેંજલ્સ તા.28 મે 2019 મંગળવાર

પોતાની આવી રહેલી ફિલ્મના પ્રમોશન માટે પહેલીવાર કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર રજૂ થયેલી ગાયિકા અભિનેત્રી સેલેના ગોમેઝે સોશ્યલ મિડિયા પર મૂકેલી રમૂજી પોસ્ટમાં લખ્યું કે હું અને બિલ મૂરે ટૂંક સમયમાં પરણી જવાનાં છીએ.

વાસ્તવમાં બિલ અને સેલેના આવી રહેલી ફિલ્મ ધ ડેડ ડોન્ટ લાઇ... (પપ્પા કદી જૂઠ્ઠું બોલતા નથી) માં સાથે ચમકી રહ્યાં છે. આ ફિલ્મના પ્રમોશન માટે સેલેના પહેલીવાર કાન્સમાં આવી હતી અને એણે મિડિયા સમક્ષ કેટલીક રમૂજી વાતો પણ કરી હતી. ત્યારબાદ એણે સોશ્યલ મિડિયા પર પણ પોસ્ટ લખી હતી જેમાં એવી મજાક કરી હતી કે હું અને બિલ ટૂંક સમયમાં પરણી જવાના છીએ. 

જો કે બિલે પણ આ રમૂજને માણી હતી. બિલ ૬૮ વર્ષના છે જ્યારે સેલેના ફક્ત ૨૬ વર્ષની છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MdEZ6u
via Latest Gujarati News

Post a Comment

0 Comments