કામાંડુ, તા. 28 મે 2019, મંગળવાર
માઉન્ટ એવરેસ્ટ પરની ચઢાઈ પર્વતારોહીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 9 દિવસમાં 11 પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવા જતા પોતાના જીવ ગુમાવ્યા છે.
જાણકારોના કહેવા પ્રમાણે આ વખતે હવામાન ખરાબ રહ્યુ હોવાથી એવરેસ્ટ પર ચઢવા માટે પર્વતારોહીઓને બહુ ઓછો સમય મળ્યો હતો. બીજી તરફ નેપાળ સરકારે એવરેસ્ટ માટે આ વખતે રેકોર્ડ 381 લોકોને પરમિટ આપી છે. જેના કારણે એવરેસ્ટ પર પર્વતારોહીઓની ભીડ જમા થઈ હોય તેવો માહોલ છે.
કેનેડાના ફિલ્મ મેકર એલિયા સૈકલીએ 30000 ફૂટ ઉંચાઈ પરનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં એવરેસ્ટ ચઢવા માટે લાઈન પડી છે અને તેની સાથે તેણે મેસેજ મુક્યો છે કે, એવરેસ્ટ ચઢવાનુ સપનુ સાકાર કરવા આપણે અહીંયા એકઠા થયા પણ આપણા પગની નીચે એક મરી ચુકેલો વ્યક્તિ પણ હતો..એવરેસ્ટ શું બની ગયો છે ?
જાણકારોનુ કહેવુ છે કે, એવરેસ્ટ પર પર્વતારોહકોનો ધસારો વધારે હોવાથી એવરેસ્ટની ચઢાઈ કરવામાં વાર લાગી રહી છે. આ સંજોગોમાં પર્વતારોહીઓને વધારે સમય માટે ઉંચાઈ પર રોકાવુ પડી રહ્યુ છે.જે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યુ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YW6yCP
via Latest Gujarati News
0 Comments