ઈસ્લામાબાદ, તા 28 મે 2019, મંગળવાર
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ ડોક્ટરની ધર્મ નિંદા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એ પછી ઠેર ઠેર હિંસા ભડકી ઉઠી છે હિન્દુઓની દુકાનો પર ટોળાઓએ હુમલા કરીને આગચંપી પણ કરી છે.
સિંધના મીરખાસપુરમાં રહેતા ડોક્ટર રમેશ કુમારના ઘરની નજીકમાં જ આવેલી મસ્જિદમાં રહેતા એક ઈમામે તેમની સામે પોલીસ કેસ કરીને આક્ષેપ કર્યો છે કે, ડોક્ટરો કુરાનના પાના ફાડીને તેમાં દવા લપેટીને દર્દીઓને આપી હતી.
પોલીસનુ કહેવુ છે કે, ડોક્ટર સામે તપાસ ચાલુ છે અને આ વિસ્તારમાં ભડકેલી હિંસા બાદ ડોક્ટરને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે
પાકિસ્તાનમાં હવે મુઠ્ઠીભર હિન્દુઓ રહી ગયા છે. તેમાં પણ સૌથી વધારે હિન્દુઓ સિંધમાં રહે છે અને તેઓનો આક્ષેપ છે કે, છાશવારે અમને ધર્મ નિંદાના ખોટા આરોપમાં ફસાવાય છે.
નોંધનીય છે કે, 1987થી લઈને 2016 સુધી ધર્મ નિંદાના કાયદા હેઠળ 1472 લોકો પર કાર્યવાહી થઈ ચુકી છે. આ પહેલા આસિયા બીબી નામની મહિલાને ધર્મ નિંદાના આરોપમાં હાઈકોર્ટે ફટકારેલી સજા પાકની સુપ્રીમ કોર્ટ રદ કરી હતી. આ મહિલાએ હાલમાં કેનેડામાં આશરો લીધો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QrIHaZ
via Latest Gujarati News
0 Comments