મથુરા : 'રામ-રામ'નો વિદેશી નાગરિક પર ચાકુ વડે હુમલો

લખનૌ, તા 28 મે 2019, મંગળવાર

યાત્રાધામ મથુરામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં રામ-રામનો જવાબ રામ-રામ કહીને નહી આપનાર વિદેશી યુવક પર સ્થાનિક યુવકે ચાકુ વડે હુમલો કરી દીધો હતો.

આ ઘટના પરિક્રમા માર્ગ પર બની હતી. મળતી વિગતો પ્રમાણે ટુરિસ્ટ વિઝા પર આવેલો યુરોપના નાનકડા દેશ લાતિવિયાનો નાગરિક જેમિત્રિઝ છેલ્લા પાંચ વર્ષથી મથુરાના રાધાકુંડના ખજૂર ઘાટ પર રહે છે.

મંગળવારે સવારે તે ભજન કરી રહ્યો હતો ત્યારે ઋષિ નામનો સ્થાનિક યુવક ત્યાં આવ્યો હતો અને આ વિદેશી નાગરિકની ગરદન પર ચપ્પુના ઘા ઝીંકતા દોડધામ મચી ગઈ હતી.

હુમલામાં વિદેશી શ્રધ્ધાળુ ઘાયલ થયો હતો. એ પછી પોલીસે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગઈ હતી. સદનસીબે તેનો ઘા ઉંડો નહી હોવાથી તેની સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થઈ શકી હતી.

હુમલો કરનારા યુવકે પોલીસની પૂછપરછમાં કહ્યુ હતુ કે, મેં વિદેશી શ્રધ્ધાળુને રામ-રામ કહીને અભિવાદન કર્યુ હતુ પણ તેણે જવાબ આપ્યો નહોતો. મે ફરી રામ-રામ કહ્યા તો તેણે મને થપ્પડ મારી દીધી હતી. આથી મેં ચાકુ વડે તેના પર હુમલો કરી દીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WwgRja
via Latest Gujarati News

Post a Comment

0 Comments